Bigg Boss OTT 2: આકાંક્ષા પુરીએ જદ હદીદને કર્યું લિપલૉક, કેમેરા સામે 30 સેકન્ડ સુધી કરતા રહ્યા કિસ
શોમાં શરૂઆતથી જ જદ અને આકાંક્ષાની કેમેસ્ટ્રી લાઈમલાઈટમાં છે
Akanksha Puri and Jad Hadid liplock: બિગ બોસ ઓટીટી 2 શરૂ થયું ત્યારથી જ ચર્ચામાં છે. હાલમાં જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આકાંક્ષા પુરી અને જદ હદીદ લિપલોક કરતા જોવા મળ્યા હતા. બંન્નેએ એક ટાસ્ક દરમિયાન એકબીજાને કિસ કરી હતી. આ ચેલેન્જ તેમને અવિનાશ સચદેવાએ આપી હતી. જે બાદ આકાંક્ષા અને જદ એકબીજાને 30 સેકન્ડ સુધી કિસ કરી હતી. કેટલાક ઘરના સભ્યો આકાંક્ષા અને જદને કિસ કરતા જોઈને અસહજ જોવા મળ્યા હતા. જ્યારે પૂજા ભટ્ટ પણ તેમને રોકતી જોવા મળી હતી. આ ઘટનાને સોશિયલ મીડિયા પર પસંદ કરવામાં આવી રહી નથી. આકાંક્ષા અને જદને લોકોએ ટ્રોલ કર્યા હતા.
Such a disgusting person is Jad hadid. After this, he is saying “Bro, Akanksha is a bad kisser.” to Avinash and they're laughing. Only Pooja Bhatt took stand for his comment. Have some shame Jad. 😡🤡#JadHadid #AkankshaPuri #FukraInsaan #BiggBossOTT2 #BiggBossOTT2onJioCinema pic.twitter.com/nGLcU2G2Y4
— Puneet Superstar Army 🛐 (@Puneet5uperstar) June 29, 2023
શોમાં શરૂઆતથી જ જદ અને આકાંક્ષાની કેમેસ્ટ્રી લાઈમલાઈટમાં છે. જ્યારે આકાંક્ષા જેલમાં હતી ત્યારે જદએ પણ આકાંક્ષા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. દુબઈ સ્થિત મોડલ હદીદ તેના આકર્ષક વ્યક્તિત્વના કારણે શોમાં ચર્ચામાં છે.
જદના સ્પર્શથી આકાંક્ષા અસ્વસ્થ થઈ ગઈ
થોડા દિવસો પહેલા આકાંક્ષા અને જદનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જે ઘણો વિવાદમાં રહ્યો હતો. આ વીડિયોમાં જદ આકાંક્ષાને સ્પર્શતો જોવા મળે છે, જેના કારણે આકાંક્ષા અસ્વસ્થ થઇ ગઇ હતી. આકાંક્ષા જદને દૂર કરે છે અને કહે છે કે આવું ના કર.
આકાંક્ષા વિવાદમાં રહી
આકાંક્ષા આ પહેલા પણ ઘણી વખત વિવાદમાં આવી ચૂકી છે. આ પહેલા જ્યારે પારસ બિગ બોસ 13ના ઘરમાં હતો ત્યારે પણ આકાંક્ષા ચર્ચામાં હતી. ત્યારબાદ જ્યારે તેણે મિકા દી વોટી શોમાં ભાગ લીધો ત્યારે ઘણો વિવાદ થયો હતો. હવે ફરી એકવાર આકાંક્ષા વિવાદમાં આવી છે.
બિગ બોસમાંથી 3 સ્પર્ધકો બહાર
બિગ બોસ OTT 2 માં જબરદસ્ત ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ સ્પર્ધકોને શોમાંથી બહાર કરવામાં આવ્યા છે. સૌથી પહેલા પુનીત સુપરસ્ટારને 24 કલાકની અંદર શોમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ પછી વીકેન્ડ કા વારમાં સલમાન ખાન પલક પુરસવાનીને ઘરની બહારનો રસ્તો બતાવ્યો. પછી નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીને પણ એલિમિનેશનમાંથી બહાર કરી દેવામા આવી હતી.