શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુશાંતના મોત પર ભડક્યા બીજેપી MLA, બોલ્યા- બૉલીવુડના માફિયારાજે કરી છે એક્ટરની હત્યા, CBI તપાસ કરાવો
નંદ કિશોરે પત્રમાં લખ્યું કે સુશાંત સિંહ રાજપૂતની પાસેથી કોઇ સુસાઇટ નૉટ નથી મળી, તો મુંબઇ પોલીસ તેને કેમ આત્મહત્યા ગણાવી રહી છે. આની સીબીઆઇ તપાસ થવી જોઇએ
મુંબઇઃ એક્ટર સુશાંત સિંહના મોતને લઇને હજુ પણ દેશમાં કેટલાક લોકોને શંકા છે. કેટલાક લોકો સુશાંતના મોતને આત્મહત્યા નહીં પણ હત્યા ગણાવી રહ્યાં છે. આ મામલે અગાઉ કંગના રનૌત, શેખર સુમન સહિતના સ્ટાર્સ સીબીઆઇ તપાસની માંગ કરી ચૂક્યા છે. હવે આ લિસ્ટમાં બીજેપી નેતા અને લોનીના ધારાસભ્યનુ નામ પણ જોડાઇ ગયુ છે.
આ કેસને લઇને ઉત્તર પ્રદેશના લોનીના બીજેપી ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે સવાલો ઉઠાવ્યા છે. નંદ કિશોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આની સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી છે.
ધારાસભ્ય નંદ કિશોરે ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં લખ્યું છે- બૉલીવુડમાં નેપૉટિઝ્મ, માફિયારાજ, અને અંડરવર્લ્ડે મળીને એક્ટર સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરી છે. તેમનુ કહેવુ છે કે સુશાંત રાજપૂતની હત્યા કરવા માટે બૉલીવુડમાં લાંબા સમયયથી કાવતરા રચાઇ રહ્યાં હતા.
નંદ કિશોરે પત્રમાં લખ્યું - સુશાંત સિંહની કથિત આત્મહત્યા છેલ્લા એક મહિનાથી ચર્ચામાં છે. મૂવી માફિયાઓ, નેપૉટિઝ્મ અને આને સમર્થન કરનારા કલાકારો, મોટા સેલેબ્સ, મોટા બેનર્સ અને ડી કંપની દબાણમાં મુંબઇ પોલીસ બરાબર તપાસ કરી રહી નથી.
ધારાસભ્યએ પત્રમાં લખ્યું-સુશાંતે પોતાની જાતે બૉલીવુડમાં જગ્યા અને નામ બનાવ્યુ હતુ. તેના વિરુદ્ધ નેપૉટિઝ્મને પ્રૉત્સાહન આપનારા કલાકારો, પ્રૉડ્યૂસર-ડાયરેક્ટર અને મૂવી માફિયાઓએ કાવતરુ રચ્યુ હતુ. તેમને સુશાંતનુ મનોબળ તોડી નાંખ્યુ અને કેરિયર ખતમ કરવા માટે ધમકીઓ આપી હતી. ધારાસભ્યએ ડી કંપનીએ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સંબંધ પર પણ સવાલો ઉઠાવ્યા છે.
નંદ કિશોરે પત્રમાં લખ્યું કે સુશાંત સિંહ રાજપૂતની પાસેથી કોઇ સુસાઇટ નૉટ નથી મળી, તો મુંબઇ પોલીસ તેને કેમ આત્મહત્યા ગણાવી રહી છે. આની સીબીઆઇ તપાસ થવી જોઇએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion