Bollywood on Sushmita Lalit Affiar: સુષ્મિતા અને લલિત મોદીના સંબંધોને બોલીવુડના આ સ્ટાર્સે આપ્યું સમર્થન, કહી આ વાત...
લલિત મોદીને ડેટ કરવા અંગે ટ્રોલ થયેલી સુષ્મિતાએ ઈંસ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ લખીને ટ્રોલર્સને જવાબ આપ્યો હતો.સુષ્મિતા સેનની આ પોસ્ટ પર બોલીવુડના ઘણા કલાકારોએ કોમેન્ટ કરી છે.
![Bollywood on Sushmita Lalit Affiar: સુષ્મિતા અને લલિત મોદીના સંબંધોને બોલીવુડના આ સ્ટાર્સે આપ્યું સમર્થન, કહી આ વાત... bollywood actors and actresses reaction on sushmita sen instagram post related her affair with lalit modi Bollywood on Sushmita Lalit Affiar: સુષ્મિતા અને લલિત મોદીના સંબંધોને બોલીવુડના આ સ્ટાર્સે આપ્યું સમર્થન, કહી આ વાત...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/1af78b9161b4ff9823a7d3bf2795b4bd1657817944_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bollywood on Sushmita Lalit Affiar: થોડા દિવસો પહેલાં બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન જાણીતા બિઝનેસમેન લલિત મોદીને ડેટ કરી રહી હોવાના સમાચાર આવ્યા હતા. આ સમાચારની ચર્ચા બધે થઈ રહી છે. આ દરમિયાન સુષ્મિતા સેનને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ ગઈકાલે સુષ્મિતાએ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને ટ્રોલર્સ પર તેની ભડાસ કાઢી હતી. બોલીવુડના ઘણા એક્ટર અને એક્ટ્રેસ સુષ્મિતાએ લોકોને આપેલા આ જવાબનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે.
ટ્રોલર પર ભડકી સુષ્મિતા સેનઃ
લલિત મોદીને ડેટ કરવા અંગે ટ્રોલ થયેલી સુષ્મિતાએ ઈંસ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ લખીને ટ્રોલર્સને જવાબ આપ્યો હતો. સુષ્મિતાએ લખ્યું કે, "પાછલા દિવસોમાં મારું નામ ગોલ્ડ ડિગર - સંપત્તિની લાલચી કહીને સોશિયલ મીડિયા પર ઉછાળવામાં આવી રહ્યું છે. મારી ઘણી બધી ટીકા પણ થઈ રહી છે. પરંતુ હું આ ટીકાકારોની બિલકુલ પરવા નથી કરતી. હું સોનાની નહી પણ હીરાની પરખ કરવાનું હુનર રાખું છું. એવામાં કેટલાક બુદ્ધિજીવીઓ દ્વારા મને ગોલ્ડ ડિગર (સંપત્તિની લાલચી) કહેવું તેમની નિચલી માનસિકતાને દર્શાવે છે. આ તુચ્છ લોકો સિવાય મને મારા શુભચિંતક અને પરિવારજનોનું સંપુર્ણ સમર્થન છે. કારણ કે હું સૂર્યની જેમ છું જે પોતાના અસ્તિત્વ અને વિવેક માટે હંમેશા ચમકતો રહેશે."
બોલીવુડ તરફથી સુષ્મિતાને મળ્યું સમર્થનઃ
સુષ્મિતા સેનની ઈંસ્ટાગ્રામ પોસ્ટ પર બોલીવુડના ઘણા કલાકારોએ કોમેન્ટ કરી છે અને સુષ્મિતાને તેમનું સમર્થન જાહેર કર્યું છે. જેમાં અભિનેતા સુનિલ શેટ્ટીએ કોમેન્ટ કરી છે અને તાલી પાડતા અને હાથ જોડતા ઈમોજી પોસ્ટ કર્યા છે. આ સિવાય બોલીવુડ એક્ટર રણવીર સિંહે પણ આ ઈંસ્ટા પોસ્ટ પર હાર્ટનું ઈમોજી પોસ્ટ કરીને સુષ્મિતાને સમર્થન આપ્યું હતું. તો ગ્લોબલ એક્ટ્રેસ બની ચુકેલી પ્રિયંકા ચોપડાએ પણ સુષ્મિતા સેનને "ક્વીન" કહી છે. બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પણ સુષ્મિતા સેનના સંબંધોનું સમર્થન કરતાં કોમેન્ટ કરી કે, 'લવ યુ સુશ - મારી સ્ટાર'. આમ બોલીવુડના ઘણા સ્ટાર્સ સુષ્મિતા અને લલિત મોદીના સંબંધોને તેમનું સમર્થન આપી રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)