Surat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video Viral
સુરતના સચિન GIDC વિસ્તારના ગભેણી ગામમાં પોલીસ અને મહિલા બુટલેગર વચ્ચે ઘર્ષણ અને ઝપાઝપી થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે પોલીસ બુટલેગરના ઘરે દારૂના રેડ કરવા પહોંચી હતી. મહિલા બુટલેગર, જેની ઓળખ નયના તરીકે થઈ છે, તેણે પોલીસ સાથે દલીલબાજી કરી અને દાવો કર્યો કે તેણે લાંચ આપી હોવા છતાં પોલીસ રેડ કરવા આવી છે.
સુરત શહેર અને જિલ્લામાં ફરી એકવાર જોવા મળ્યો બુટલેગરનો આતંક. સચિન જીઆઈડીસીના ગંભેણી ગામે પોલીસ અને બુટલેગર વચ્ચે હાથાપાઈ. સ્થાનિક પોલીસ બુટલેગરના ઘરે તપાસ માટે પહોંચી હતી. જે બાદ બુટલેગરના પરિવારના સભ્યોએ પોલીસ સાથે પહેલા તો શાબ્દિક બોલાચાલી કરી. બાદમાં પોલીસકર્મીઓ સાથે હાથાપાઈ પણ કરી. બુટલેગરની એ જ દાદાગીરીનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો. જે વાયરલ વીડિયોના આધારે સચિન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી..



















