(Source: ECI/ABP News/ABP Majha)
Bollywood Actress : ડ્રિમ ગર્લ હેમા માલિનીનો ધડાકો..."તેણે મારી સાડીની..."
આજે પણ તેની અદાઓ પર માટે લાખો લોકો ઘાયલ થઈ જાય છે. જોકે હાલ હેમા માલિની તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુને લઈને ચર્ચામાં છે. જેમાં તેમણે એક ફિલ્મમેકરનું કાળું સત્ય ઉજાગર કર્યું છે.
Hema Malini Reveals Film Maker Truth: હિન્દી સિનેમાની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિની આજકાલ ફિલ્મોથી દૂર રાજકારણમાં સક્રિય છે. પરંતુ તેના ફેન ફોલોઈંગમાં કોઈ કમી નથી આવી. આજે પણ તેની અદાઓ પર માટે લાખો લોકો ઘાયલ થઈ જાય છે. જોકે હાલ હેમા માલિની તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુને લઈને ચર્ચામાં છે. જેમાં તેમણે એક ફિલ્મમેકરનું કાળું સત્ય ઉજાગર કર્યું છે.
હેમા માલિનીએ ફિલ્મ નિર્માતાને લઈ કર્યો ધડાકો
બોલિવૂડની અનેક અભિનેત્રીઓ ઈન્ડસ્ટ્રીની કાળી કરતુતોને અવાર નવાર ઉજાગર કરતી રહે છે. એક સમયે આ પ્રકારની ઘટનાઓને ખુલ્લી પાડવા 'મી ટૂ' નામનું અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાને અનેક દિગ્ગજોને હડફેટે લીધા હતાં. હવે દિગ્ગાજ અભિનેત્રી હેમા માલિનીએ પણ કંઈક આવો જ ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં પોતાના જૂના દિવસોને યાદ કરતા હેમા માલિનીએ ફિલ્મ નિર્માતાનું નામ લીધા વિના કહ્યું હતું કે, એકવાર હું એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તે ફિલ્મ નિર્માતા મારી સાડીના પલ્લુ પરની પિન દૂર કરવા માંગતા હતા. જેથી સાડીનો પલ્લુ નીચે પડી જાય. જ્યારે મેં તેમને કહ્યું કે, પિન હટાવવાથી તો પલ્લુ નીચે પડી જશે, ત્યારે તેમણે કહ્યું ક... અમારે પણ આ જ જોઈએ છે...'
હેમાને ઓફર થઈ હતી 'સત્યમ શિવમ સુંદરમ'
આ ઈન્ટરવ્યુમાં હેમા માલિનીએ બ્લોકબસ્ટર ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ' વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મ ઝીનત અમાન પહેલા તેમને ઓફર કરવામાં આવી હતી. આ માટે રાજ કપૂર તેમની પાસે આવ્યા હતાં અને કહ્યું હતું કે, હું જાણું છું કે તમે આ ફિલ્મ નહીં કરો. પરંતુ હું ઈચ્છું છું કે તમે આ કરો. પરંતુ ત્યારે મારી માતા પણ મારી સાથે હતી અને ફિલ્મની વાર્તા સાંભળ્યા બાદ મેં તેના માટે ના પાડી દીધી હતી.
હેમાએ 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
જાહેર છે કે, હેમા માલિનીએ વર્ષ 1960માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. લગભગ પાંચ દાયકાની કારકિર્દીમાં અભિનેત્રીએ 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારબાદ મોટા પડદા પર પ્રસિદ્ધિ મેળવ્યા બાદ હેમા વર્ષ 2004માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. હાલ તેઓ મથુરાથી લોકસભાના સભ્ય તરીકે કાર્યરત છે.