Botad Exam Cheating: બોટાદની શાળામાં પરીક્ષામાં ચોરી, શિક્ષકે જ વિડિયો ઉતારી ભેદ ખોલ્યો
બોટાદ શહેરના ખોડિયાર નગર વિસ્તારની પ્રાથમિક શાળા નંબર 20. જ્યાં એ સમયે મચી ગયો હડકંપ. જ્યારે શાળામાં ચોરી કરાવાતી હોવાનો એક શિક્ષકે જ કર્યો પર્દાફાશ
બોટાદના ખોડિયારનાગરની શાળામાં શિક્ષકની હાજરીમાં જ પરીક્ષામાં ચોરી. વાયરલ વીડિયોમાં વિદ્યાર્થીઓ કોપી કરી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ તો એકસાથે બેસી જવાબો લખી રહ્યા છે. જ્યારે ક્લાસરૂમમાં શિક્ષક ફોનમાં વ્યક્ત છે. ચંદ્ર શેખર આઝાદ નગર પ્રાથમિક શાળા નંબર 20ના ખેલ સહાયકે આ વીડિયો ઉતાર્યો અને શાળામાં શિક્ષણ કાર્ય યોગ્ય ન થતુ હોવાનો આરોપ લગાવ્યો. ખેલ સહાયકે લગાવેલા આરોપો બાદ જાગૃત આગેવાનો રજૂઆત કરવા શાળાએ પહોંચ્યા. તો આચાર્ય પણ ગેરહાજર જોવા મળ્યા. શિક્ષકોના આવા વર્તનથી ડ્રોપ આઉટ રેશિયો વધ્યો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. વિવાદ વધતા શાસનાધિકારીએ તપાસના આદેશ આપ્યા. તો બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેયરમેને કાર્યવાહી કરવાની ખાતરી આપી.