Loot jewellery shop in Ahmedabad: અમદાવાદના સાઉથ બોપલમાં નવા વર્ષના બીજા દિવસે બંદૂકની અણીએ લૂંટ
અમદાવાદના સાઉથ બોપલમાં નવા વર્ષના બીજા દિવસે બંદૂકની અણીએ લૂંટ. સોનાની દુકાનમાં ઘુસી ત્રણ લૂંટારુઓએ લૂંટ મચાવી.સીસીટીવીમાં ત્રણ ગુનેગારો કેદ.
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ધોળા દિવસે બંદુકની અણીએ લૂંટની ઘટના સામે આવી.શાલિગ્રામ પ્રાઈમ નામના બિલ્ડીંગમાં આવેલ કનકપુરા જવેલર્સમાં બપોરે સાડા ત્રણથી પોણા ચાર કલાકની આસપાસ ત્રણ જેટલા લૂંટારો પહોંચ્યા હતા જે પૈકી ત્રણેય લૂંટારોના હાથમાં બંદૂક હોવાના સીસીટીવી સામે આવ્યા છે. આ તરફ કનકપુરા જ્વેલર્સમાં પડેલા તમામ દાગીના ની ચોરી કરીને લૂંટારો ફરાર થઈ જતા દુકાનના માલિકે પોલીસને જાણ કરી હતી.
અમદાવાદ ગ્રામ્ય એસ.પી ઓમ પ્રકાશ જાટ એ આપેલી માહિતી અનુસાર પોલીસને ત્રણ લૂંટારવો આવ્યા હોવાની માહિતી મળી હતી. જેના અનુસંધાને આસપાસના બિલ્ડીંગમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા સર્વે કરવાની કામગીરી કરવામાં આવી છે. તેમ જ આ લૂંટારોઓ લુટની ઘટના બાદ કઈ તરફ ગયા હોઈ શકે તેને લઈ લોકલ ક્રાઈમ બ્રાન્ચની પણ મદદ થી ગુનાનો ભેદ ઉકેલવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેની સાથે એફ એસ એલ ની પણ મદદ લેવાઈ રહી છે તો કે સમગ્ર મામલે કેટલાની કિંમતના દાગીના લૂંટારો દ્વારા ચોરી કરવામાં આવ્યા તેને લઈને આંકડો સ્પષ્ટ થઈ શક્યો નથી