બોલીવુડની આ એક્ટ્રેસે 13.65 કરોડ રૂપિયામાં વેચ્યો પોતાનો વિલા, પતિ કઈ મલ્ટિનેશનલ કંપનીના છે CEO
બોલિવૂડ એક્ટ્રેસ માયા અલઘે તેમનો એક બંગલો 13.65 કરોડ રૂપિયામાં વેચ્યો, માયા અલઘનો આ બંગલો 10 હજાર સ્કેવર ફૂટમાં બનેલો છે. તેમના પતિ સુનિલ અલઘ બ્રિટેનિયા ઇન્ડસ્ટ્રીમાં CEO છે
બોલિવૂડ એક્ટ્રેસ માયા અલઘે તેમનો એક બંગલો 13.65 કરોડ રૂપિયામાં વેચ્યો, માયા અલઘનો આ બંગલો 10 હજાર સ્કેવર ફૂટમાં બનેલો છે. તેમના પતિ સુનિલ અલઘ બ્રિટેનિયા ઇન્ડસ્ટ્રીમાં CEO છે.
બોલિવૂડ એક્ટ્રેસ માયા અલઘે તેમનો એક બંગલો 13.65 કરોડ રૂપિયામાં વેચ્યો, માયા અલઘનો આ બંગલો 10 હજાર સ્કેવર ફૂટમાં બનેલો છે.જેમાં બિલ્ડ અપ એરિયા 40, 100 સ્કેવર ફૂટનો છે.
બોલિવૂડ એક્ટ્રેસ માયા અલઘનો ચહેરો પ્રોમિસ ટૂથપેસ્ટની એડથી ફેમસ બન્યો. બોલીવુડની આ એક્ટ્રેસ માયા અલઘે તેમનો બંગલો 13.65 કરોડ રૂપિયામાં વેચ્યો છે. આ ડીલ 15 જુલાઇ 2021માં રજિસ્ટર્ડ થઇ, બંગલો એશ્વર્ય ક્રિષ્ન ગોયલ અને તેના પરિવારે ખરીદ્યો છે. આ પ્રોપર્ટીના ડોક્યમેન્ટ મુજબ બંગલો 10 હજાર સ્કેવર ફૂટમાં બનેલો છે.જેમાં બિલ્ડ અપ એરિયા 40, 100 સ્કેવર ફૂટનો છે.
આ આલીશાન બંગલો બંગાલૂરૂના જૂના એરપોર્ટ પાસે છે. માયા અલઘ બ્રિટેનિયા કંપનીના એક્ઝ્યુક્યુટિવ મેનેજર રહી ચૂકેલા સુનિલ અલધની પત્ની છે. આ વિલા એ જ પ્રોજેક્ટમાં સ્થિત છે. જ્યાં બિગબાસ્કેટના સહ-સ્થાપકે મિલકત ખરીદી હતી.
14 જૂને ઓનલાઈન કરિયાણાની કંપની બિગબાસ્કેટના સહ-સ્થાપક અભિનય ચૌધરીએ પણ 12.25 કરોડ રૂપિયામાં બેંગલુરુના પ્રાઈમ લોકેશન એપ્સીલોનમાં 9,716 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો.
માયા અલઘ ફેમસ એક્ટ્રેસ છે. તે અનેક ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે ટીવી સરિયલ કૈસા હૈ પ્ચાર હૈ, નૂરજહાં, ઘૂટન, જય હનુમાન, અંદાજ,હીના, કિટી પાર્ટી,ક્રાન્તિ, ગ્રેટ મરાઠા,ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન, છોટી બડી બાતે, કવિતા. ધારાવાહિકમાં કામ કરી ચકી છે.
ઉપરાંત તે ઉમરાવ જાન, મેરા જીવન સાથી. પેઇઝ 3, લોક કારગિલ, અંદાજ. તલાશ, વજૂદ, સનમ, કચ્ચે ધાગે,અલબેલા, રહેના હૈ તેરા દિલ મે, મુઝસે દોસ્તી કરોંગે. સહિત 15થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેમની દીકરી અનજોરી અલઘ પણ એક્ટ્રેસ છે. માયા અલધે કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. પ્રોમિસ ટૂૂથપેસ્ટની એડથી આ ચેહરો ફેમસ બન્યો હતો.