![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારી બોલીવુડ ફિલ્મ બની Brahmastra!, વર્લ્ડ વાઈડ આટલા કરોડ કમાણી કરી
કોરોના વાયરસ મહામારી બાદ ખુલેલા થિયેટર્સમાં રિલીઝ થયેલી મોટા ભાગની બોલીવુડ ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હતી.
![દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારી બોલીવુડ ફિલ્મ બની Brahmastra!, વર્લ્ડ વાઈડ આટલા કરોડ કમાણી કરી Brahmastra Becomes Number 1 Hindi Film Globally, Mints Rs 425 Cr દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારી બોલીવુડ ફિલ્મ બની Brahmastra!, વર્લ્ડ વાઈડ આટલા કરોડ કમાણી કરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/04/59ad86b258280794980cc1b934b6bb1a1664881165701229_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brahmastra Becomes No.1 Hindi Movie! કોરોના વાયરસ મહામારી બાદ ખુલેલા થિયેટર્સમાં રિલીઝ થયેલી મોટા ભાગની બોલીવુડ ફિલ્મો ફ્લોપ સાબિત થઈ હતી. ત્યાર બાદ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ફિલ્મને સારી ઓપનિંગ મળ્યા બાદ બોક્સ ઓફિસ પર કમાણીનો આંકડો સતત વધતો રહ્યો હતો. ત્યારે હવે બ્રહ્માસ્ત્ર દુનિયાભરમાં કુલ 420 કરોડ રુપિયાની કમાણી કરી ચુકી છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, બ્રહ્માસ્ત્ર ફિલ્મ 2022ની નંબર વન લિસ્ટમાં પહોંચી ગઈ છે.
સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બનીઃ
નવરાત્રીમાં આજે નવમીના દિવસે બ્રહ્માસ્ત્ર ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કર્યું છે. કે, બ્રહ્માસ્ત્ર વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. અયાને પોતાના ઈંસ્ટાગ્રામ પર બ્રહ્માસ્ત્રનું પોસ્ટર શેર કર્યું છે જેમાં રણબીર કપુર અગ્નિ અસ્ત્રમાં જોવા મળી રહ્યા છે. આ સાથે પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, 25 દિવસમાં ફિલ્મની કુલ વર્લ્ડ વાઈડ કમાણી 425 કરોડ થઈ ગઈ છે.
બજેટ કરતાં બ્રહ્માસ્ત્રની કમાણી વધી ગઈઃ
ઉલ્લેખનીય છે કે, બ્રહ્માસ્ત્ર એક બિગ બજેટ ફિલ્મ છે અને તેને બનાવવા માટે ફિલ્મ નિર્માતાઓએ 410 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે. આંકડામાં ફિલ્મના પ્રમોશનના ખર્ચનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે ફિલ્મની કુલ કમાણી આ આંકડાને પાર પહોંચી ગઈ છે જેથી ફિલ્મનો ખર્ચ કરતાં આવક વધી છે.
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)