Brahmastra Trailer: ટૂંક સમયમાં રિલીઝ થશે રણબીર-આલિયાની બ્રહ્માસ્ત્રનું ટ્રેલર, કંપોઝર પ્રીતમે કર્યો ખુલાસો
બોલિવૂડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હવે બધા આ બંનેની ફિલ્મ બ્રહ્માસ્ત્રની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
Brahmastra Trailer: બોલિવૂડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. હવે બધા આ બંનેની ફિલ્મ બ્રહ્માસ્ત્રની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રણબીર અને આલિયાના લગ્ન પ્રસંગે બ્રહ્માસ્ત્રના નિર્માતાઓએ ફિલ્મના "કેસરિયા" ગીતનું ટીઝર રિલીઝ કર્યું હતું. થોડી સેકન્ડના આ ગીતના ટીઝરે ધૂમ મચાવી છે. ચાહકોને આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ગીતના પ્રતિસાદ પછી, સંગીતકાર પ્રિતમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે આ ગીત ક્યારે રિલીઝ થવાનું છે.
પ્રિતમે સોશિયલ મીડિયા પર ફેન્સ માટે એક પોસ્ટ શેર કરી છે. તેમણે આ પોસ્ટ એવા ચાહકો માટે લખી છે જેઓ કેસરિયા ગીત રિલીઝ કરવાનું કહી રહ્યા છે. પ્રિતમે જણાવ્યું છે કે, કેસરિયા ગીત પહેલા બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે.
#Brahmastra #Kesariya #AyanMukerji @OfficialAMITABH @arijitsingh pic.twitter.com/snc8IHyMV3
— Pritam (@ipritamofficial) April 27, 2022
પ્રિતમે આ વાત કહીઃ
પ્રિતમે લખ્યું- બ્રહ્માસ્ત્રના કેસરિયા ગીતના ટીઝર માટે અમને જે પ્રેમ મળી રહ્યો છે તેનાથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. મને ઘણા મેસેજ મળી રહ્યા છે. ટૂંક સમયમાં આખું ગીત રિલીઝ કરાશે અને અમે આ બાબતે વાતચીત કરી રહ્યા છીએ. જો કે, અમારી પાસે બ્રહ્માસ્ત્ર ફિલ્મના ટ્રેલરને દુનિયા સામે રજૂ કરવાની યોજના છે. અમે હાલમાં ફિલ્મના ટ્રેલર પર ફોકસ કરી રહ્યા છીએ. આ ગીત કેસરિયા રિલીઝની આસપાસ રિલીઝ થશે. ગીતનું ટીઝર ગમ્યું તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. આગામી મહિનામાં હું તમારી સાથે ફિલ્મનું મ્યુઝિક શેર કરીશ.
તમને જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્રમાં રણબીર અને આલિયાની સાથે અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે.