શોધખોળ કરો
ક્ષત્રિયોને આ ફિલ્મ સામે વાંધો, દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરીને બોલ્યા- સ્ટૉરીમાં અમારુ અપમાન.......
અખિલ ભારતીય ક્ષત્રિય કોળી રાજપૂત સંઘે ફિલ્મ તાનાજી પર કેસ નોંધાવ્યો છે

નવી દિલ્હીઃ અજય દેવગનની ફિલ્મ ‘તાનાજી ધ અનસંગ વૉરિયર’ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. કેટલાક સીનને લઇને ફિલ્મ પર રાજપૂતોએ વિરોધ નોંધાવ્યો છે. રિપોર્ટ છે કે, અખિલ ભારતીય ક્ષત્રિય કોળી રાજપૂત સંઘે ફિલ્મ તાનાજી પર કેસ નોંધાવ્યો છે, દિલ્હી હાઇકોર્ટમાં ફિલ્મ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે, અને ફિલ્મ પર 19મી ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાવવાની છે.
અજય દેવગનની આ ફિલ્મ તાનાજી માલસુરેના જીવન પર આધારિત છે. તાનાજી માલસુરે મરાઠા સરદાર અને છત્રપતિ શિવાજીના ખાસ માણસ હતા. ફિલ્મ આગામી મહિને 10 જાન્યુઆરી, 2020ના દિવસે રિલીઝ થઇ રહી છે.
ક્ષત્રિસ સમાજનો આરોપ છે કે ફિલ્મમાં મહાન યોદ્ધા તાનાજીના અસલી વંશને નથી બતાવવામાં આવ્યો, જે અમારુ અપમાન છે. ફિલ્મ ‘તાનાજી ધ અનસંગ વૉરિયર’ અજય દેવગનની 100મી ફિલ્મ છે.
અજય દેવગનની આ ફિલ્મ તાનાજી માલસુરેના જીવન પર આધારિત છે. તાનાજી માલસુરે મરાઠા સરદાર અને છત્રપતિ શિવાજીના ખાસ માણસ હતા. ફિલ્મ આગામી મહિને 10 જાન્યુઆરી, 2020ના દિવસે રિલીઝ થઇ રહી છે.
ક્ષત્રિસ સમાજનો આરોપ છે કે ફિલ્મમાં મહાન યોદ્ધા તાનાજીના અસલી વંશને નથી બતાવવામાં આવ્યો, જે અમારુ અપમાન છે. ફિલ્મ ‘તાનાજી ધ અનસંગ વૉરિયર’ અજય દેવગનની 100મી ફિલ્મ છે. વધુ વાંચો





















