શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલી અને એક્ટ્રેસ તમન્ના ભાટિયા વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ, જાણો શું છે મામલો
વિરાટ કોહલી અને એક્ટ્રેસ તમન્ના ભાટિયા વિરુદ્ધ મદ્રાસ હાઈ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટના વિરાટ કોહલી અને એક્ટ્રેસ તમન્ના ભાટિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બન્ને સામે ઓનલાઈન જુગારને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. મળતી માહિતી અનુસાર બન્ને વિરુદ્ધ મદ્રાસ હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. બન્નેની ધરપકડની માંગ કરવામાં આવી છે.
રિપોર્ટ્સ અનુસાર, આ અરજી ચેન્નઈના એક વકીલે દાખલ કરી છે. તેમાં વકીલે બન્ને પર આરોપ લગાવ્યો છે કે, યુવાનોને ઓનલાઈન જુગારની આદત પડી રહી છે. મદ્રાસ હાઈ કોર્ટેને તત્કાલિક પ્રભાવથી આ રમત પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જાહેર કરવાની અપીલ કરી છે.
વકીલે કોર્ટમાં દાખલ પોતાની અરજીમાં કહ્યું કે, “યુવાનોને તેની ખોટી ટેવી પડી રહી છે અને ઓનલાઈન જુગાર કંપનીઓ વિરાટ અને તમન્ના જેવા સ્ટારનો ઉપયોગ કરીને યુવાનોનું બ્રેનવૉશ કરવા માટે કરી રહી છે. ”
એવામાં અનેક સ્ટાર્સ છે જે ઓનલાઈન ગેમને પ્રમોટ કરવા માટે વિજ્ઞાપનમાં નજર આવે છે. વિરાટ અને તમન્ના પણ તેમાં સામેલ છે. હાલમાં દાલખ કરેલી અરજીમાં તમિલનાડુમાં તાજેતરમાં જ એક આત્મહત્યાના મામલે પણ લખવામાં આવ્યું છે, સુનાવણી 4 ઓગસ્ટ મંગળવારે થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement