બ્રેસ્ટ કેન્સરમાં સ્તન કાપવા પડે? Chhavi Mittalએ આપ્યો કોમેન્ટનો જવાબ
Chhavi Mittal Insta Post: છવી મિત્તલે થોડા સમય પહેલા વેકેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આના પર કેટલાક લોકોએ કોમેન્ટ કરી પ્રશ્નો પૂછ્યા હતા
Chhavi Mittal: છવી મિત્તલ બ્રેસ્ટ કેન્સર સર્વાઈવર છે. તેણે હાલમાં જ તેના વેકેશનની તસવીરો પોસ્ટ કરી છે.આ ફોટા પર કેટલીક અસંવેદનશીલ ટિપ્પણીઓ આવી રહી છે. છવીએ તેને સોશિયલ મીડિયા પર શેર કરી છે. એક ફોલોવરે લખ્યું છે કે શું તમારે બ્રેસ્ટ કેન્સરમાં સ્તન કપાવવા પડ્યા? તસવીરના કેટલાક ફોલોઅર્સે આના પર પ્રતિક્રિયા આપી છે અને આ કોમેન્ટને ખરાબ ગણાવી છે. જવાબમાં એક ફોલોયર્સએ લખ્યું છે કે સેલેબ્સને આવી કોમેન્ટ્સની આદત હોય છે. છવીએ લાંબી પોસ્ટ લખીને કેટલીક કોમેન્ટના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા છે અને પોતાના દિલની વાત લખી છે.
આ અંગને બચાવવા માટે સખત પ્રયાસ કર્યો: છવી
છવી લખે છે હા, આ અસંવેદનશીલતા હજુ પણ થાય છે. મેં તાજેતરમાં મારા વેકેશનની કેટલીક તસવીરો અને રીલ્સ પોસ્ટ કરી છે અને આ કોમેન્ટએ મારું ધ્યાન ખેંચ્યું છે. મારા બ્રેસ્ટની ચર્ચા કોમોડિટીની જેમ થઈ રહી છે. શું હું એમ કહીને શરૂઆત કરું કે હું સ્તન કેન્સર સર્વાઈવર છું અને આ અંગને સાજા કરવા અને સાચવવા માટે મે ઘણો પ્રયાસ કર્યો છે.
થોડા સંવેદનશીલ બનો
હું સંપૂર્ણપણે સમજી શકું છું કે લોકો આ બાબત વિશે ઉત્સુક છે, પરંતુ થોડું સંવેદનશીલ બનવાથી નુકસાન થતું નથી, ખરું ને? આ વ્યક્તિએ તો એમ પણ કહ્યું કે સેલિબ્રિટીઝને આવી કોમેન્ટ્સની લત હોય છે. ખેર, સેલેબ્સ પણ માણસ છે. તેની ભાવનાઓ પણ સામાન્ય લોકો જેવી છે. તેમને પણ સામાન્ય લોકોની જેમ કેન્સર થાય છે. તેઓ પણ સામાન્ય લોકોની જેમ જીવે છે અથવા મૃત્યુ પામે છે.
View this post on Instagram
શસ્ત્રક્રિયા કેવી રીતે થાય છે તે જણાવ્યું
કોઈને પણ આવી અસંવેદનશીલ ટિપ્પણીની આદત પડતી નથી, તે પણ એવી બાબત પર કે જેની શારીરિક અને ભાવનાત્મક આડઅસર જીવનભર રહી જતી હોય. પરંતુ જે મહિલાઓ બ્રેસ્ટ કેન્સર સર્જરી કેવી રીતે કરવામાં આવે છે તે જાણવા માંગે છે, હું તમને જણાવી દઉં કે લમ્પેક્ટોમી (જે મને થયેલી) કરવામાં આવે છે. આમાં, માત્ર ગઠ્ઠો દૂર કરવામાં આવે છે આખું સ્તન નહીં. mastectomy હોય છે જેમાં આખા સ્તનને દૂર કરવામાં આવે છે. જ્યારે કેન્સર ફેલાય છે ત્યારે આવું થાય છે. આ છેલ્લા સ્ટેજમાં થાય છે. અહીં હું એ પણ કહેવા માંગુ છું કે તમારું ચેકઅપ કરાવતા રહો. મેં રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી પણ કરાવી છે. આમાં સ્તન પહેલા જેવા દેખાવા લાગે છે. જ્યારે સ્તન દૂર કરવા પડે ત્યારે સિલિકોનનો આશરો લેવામાં આવે છે, મને સિલિકોનની જરૂર નહોતી.
7 મહિના થઈ ગયા, છવી હજી રડે છે
છવીએ એમ પણ લખ્યું કે કેન્સર સર્વાઈવર બનવું એ જીવનને બદલી નાખનાર અનુભવ છે. આ તેમના માટે નવું જીવન છે અને પહેલા જેવું નથી. તેને 7 મહિના થઈ ગયા છે અને તે હજી પણ તેના કોઈ દોષ વિના જે પીડામાંથી પસાર થઈ હતી તેના માટે તે રડે છે.