શોધખોળ કરો
વિદ્યા બાલને હેલ્થકેર વર્કર્સ માટે દાન કરી 1000 PPE કિટ, સાથે કરી આ મોટી જાહેરાત
વિદ્યા બાલન સેલિબ્રિટી શાઉટ-આઉટ પ્લેટફોર્મ ટ્રિંગ સાથે મળીને વધારાની 1000 PPE કિટ આપવા માટે દ્રશ્યમ ફિલ્મના મનિષ મુન્દ્રા અને ફોટોગ્રાફ, સહ-ફિલ્મ નિર્માતા અતુલ કસ્બેકરની સાથે મળીને કામ કરી રહી છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને ડૉક્ટરો અને હેલ્થ કેર વર્કર્સ માટે 1000 પીપીઇ કિટ દાન કરી છે, જે કૉવિડ-19થી અમને સુરક્ષિ રાખવા માટે સૌથી આગળ ઉભા રહીને આનો સામનો કરી રહ્યાં છે. આ ઉપરાંત વિદ્યા બાલન સેલિબ્રિટી શાઉટ-આઉટ પ્લેટફોર્મ ટ્રિંગ સાથે મળીને વધારાની 1000 PPE કિટ આપવા માટે દ્રશ્યમ ફિલ્મના મનિષ મુન્દ્રા અને ફોટોગ્રાફ, સહ-ફિલ્મ નિર્માતા અતુલ કસ્બેકરની સાથે મળીને કામ કરી રહી છે. વળી, વિદ્યા બાલને આ નેક કાર્યમાં યોગદાન આપવા માટે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોકો પાસે મદદ કરવાની અપીલ પણ કરી છે. એક્ટ્રેસ લખ્યું છે- નમસ્તે, આ મહત્વપૂર્ણ છે કે અમે અમારા હેલ્થકેર વર્કર્સને પીપીઇ (પર્સનલ પ્રૉટેક્ટિવ ઇક્વિપમેન્ટ) કિટ આ હેશટેગ વૉર અગેન્સ્ટ કૉવિડ-19માં તેમની સુરક્ષા માટે આપીએ છીએ. હું આપણા મેડિકલ સ્ટાફ માટે 1000 PPE કિટ દાન કરી રહી છું, અને અન્ય કિટ્સ દાન કરવા માટે ફંડ એકઠુ કરવા માટે ટ્રિંગ સાથે ભાગીદારી કરી છે. ભારતભરમાં અમારા ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓ માટે એક હજાર PPEની તાત્કાલિક જરૂર છે. અભિનેત્રીએ મદદ કરવા વાળા લોકો માટે પુરસ્કાર પણ આપવાની જાહેરાત કરી છે, તેને લખ્યુ- તમારા યોગદાન માટે, તમારી વ્યક્તિગત ઉદારતાને ધન્યવાદ આપતા એક વીડિયો સંદેશ મોકલીશ.
વધુ વાંચો





















