Raj Kundra Pornography Case: રાજ કુંન્દ્રાની વધી મુશ્કેલી, કોર્ટે જામીન અરજી ફગાવી
શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંન્દ્રાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેમના પર પોર્નોગ્રાફી મામલામાં કેસ દાખલ થયો છે.
મુંબઇઃ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંન્દ્રાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેમના પર પોર્નોગ્રાફી મામલામાં કેસ દાખલ થયો છે. બાદમાં તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. હવે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સુધીર ભાજીપાલેએ રાજ કુંન્દ્રાની જામીન અરજી નામંજૂર કરી હતી. સાથે રાજના આઇટી હેડ રાયન થોરપેને પણ જામીન મળ્યા નથી.
મુંબઇ પોલીસે રાજ કુંન્દ્રાની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, કેસની તપાસ ચાલી રહી છે. તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર કિરણે કોર્ટમાં કહ્યું કે, જો રાજને જામીન મળી જશે તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે.આરોપીના હજુ અનેક નિવેદનો રેકોર્ડ કરવાના છે. એક અન્ય કેસ પોર્ન રેકેટ કેસમાં નોંધવામાં આવ્યો છે. પરંતુ તેમાં રાજનું નામ સામેલ નથી.
રાજ કુંન્દ્રાના વકીલ આબાદે કહ્યું કે, મુદ્દો એ નથી કે રાજ દોષીત છે કે નથી. મુદ્દો એ છે કે શું તે જામીન પર બહાર આવી શકે છે કે નહીં. ચાર્જશીટ અગાઉથી જ તૈયાર છે. કેસમાં સામેલ આરોપી જામીન પર બહાર છે. અનેક લોકો પર તો ગંભીર આરોપ લાગ્યા છે. આ કેસમાં સાત વર્ષની સજા છે. એવામાં કસ્ટડીમાં રાજને રાખવાનો સવાલ પેદા થતો નથી. તેને જામીન મળવા જોઇએ. રાજ પરણિત છે અને તેનો પરિવાર છે. મુંબઇમાં ઘર છે. તપાસના સમયે રાજ મુંબઇમાં કોઇ પણ સમયે ઉપલબ્ધ રહેશે.
મુંબઇ પોલીસનુ કહેવું છે કે રાજ બ્રિટિશ નાગરિક છે. એવામાં તે દેશની બહાર પણ જઇ શકે છે. જેના પર રાજના વકીલે કહ્યું કે, પોલીસને ફેબ્રુઆરીમાં જ જાણ થઇ હતી કે રાજ પાસે બ્રિટિશ નાગરિકત્વ છે અને તેનો પાસપોર્ટ પોલીસ પાસે છે. આ કેસમાં રાજને જામીન પર બહાર જવાનો અધિકાર છે. પબ્લિક પ્રોડક્ટર એકનાથ ધામલે કહ્યું કે, જરૂરિયાતમંદ મહિલાઓને આ ગુનામાં જબરદસ્તીપૂર્વ ધકેલવામાં આવી. અનેક પીડિતાઓ બહાર આવી રહી છે. એવામાં જો રાજને જામીન મળી જશે તો તે બહાર નહી આવે. રાજ પૈસાદાર છે અને લોકોને પૈસા આપીને મોં બંધ રખાવી શકે છે.