શોધખોળ કરો

શું તમારા ઓશીકાનું કવર ટોઈલેટ સીટ કરતાં પણ વધુ ગંદુ છે? નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓશિકાના કવરમાં ટોઇલેટ સીટ કરતાં વધુ બેક્ટેરિયા હોય છે. ચાલો જાણીએ આનાથી કેવી રીતે બચવું.

Pillowcase Bacteria : આપણે બધા આખો દિવસ ઘણા બધા બેક્ટેરિયાથી ઘેરાયેલા રહીને વિતાવીએ છીએ. ઘરનું સ્વીચ બોર્ડ હોય કે દરવાજાના હેન્ડલ હોય કે પછી વોશબેસિન, બેડશીટ, ઓશિકા કવર, ટુવાલ, કાંસકો, ટીવી કે એસીનું રિમોટ, પાણીની બોટલ, રેફ્રિજરેટરનું હેન્ડલ, સોફા, દરેક જગ્યાએ હજારો અને લાખો બેક્ટેરિયા છૂપાયેલા હોય છે, જે તમને બીમાર કરી શકે છે.

જો તમને લાગે છે કે તમારી ટોઇલેટ સીટ ગંદા અને ખતરનાક બેક્ટેરિયાનું ઘર છે, તો તમે ખોટા છો, કારણ કે એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓશિકાના કવરમાં ટોઇલેટ સીટ કરતાં વધુ બેક્ટેરિયા હોય છે. ચાલો જાણીએ આનાથી કેવી રીતે બચવું...

ટોઇલેટ સીટ કરતાં ઓશિકામાં વધુ બેક્ટેરિયા હોય છે

અમેરિકન NGO નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના અહેવાલ મુજબ, લગભગ એક અઠવાડિયાથી ન ધોવામાં આવેલા ઓશિકાના કવરમાં ટોઇલેટ સીટ કરતાં વધુ બેક્ટેરિયા હોય છે. જો નિયમિતપણે સાફ ન કરવામાં આવે તો ચાદર અને ઓશિકાના કવર સહિત પથારીમાં સમય જતાં ઘણા બધા બેક્ટેરિયા એકઠા થઈ શકે છે.

રિપોર્ટ અનુસાર, ચાર અઠવાડિયા સુધી ધોયા વિના ઓશીકાના કવર અને ચાદર બંનેમાં પ્રતિ ચોરસ ઇંચ લાખો કોલોની બનાવનારી યુનિટ્સ (CFU) હોઈ શકે છે. એક અઠવાડિયા સુધી તમારા ઓશિકાના કવર પર સૂવાથી તેમાં ટોઇલેટ સીટ કરતાં 17,000 વધુ બેક્ટેરિયા એકઠા થઇ જાય છે અથવા પ્રતિ ચોરસ ઇંચમાં 3 થી 5 મિલિયનથી વધુ કોલોની બનાવતા બેક્ટેરિયા એકઠા થાય છે.

રિપોર્ટ અનુસાર, પથારીમાં જોવા મળતા સામાન્ય પ્રકારના બેક્ટેરિયામાં ગ્રામ-નેગેટિવ રૉડ, ગ્રામ-પોઝિટિવ રૉડ, બેસિલી અને ગ્રામ-પોઝિટિવ કોકીનો સમાવેશ થાય છે. આમાંના કેટલાક બેક્ટેરિયા ચેપનું કારણ બની શકે છે.

ઓશીકાના કવરમાં બેક્ટેરિયા કેવી રીતે એકઠા થાય છે

આપણું શરીર દરરોજ રાત્રે ઓશિકાના સંપર્કમાં રહે છે, જેના કારણે તેમાં અનેક પ્રકારની ગંદકી એકઠી થાય છે. આમાં પરસેવો અને તેલ, ડેડ સ્કિન સેલ્સ, વાળની ​​ગંદકી, લાળ અને ભેજને કારણે બેક્ટેરિયા ઝડપથી વધે છે અને તેના પર એકઠા થાય છે. જેના પર મોટાભાગના લોકો ધ્યાન આપતા નથી.

ગંદા ઓશીકાના કવરની હાનિકારક અસરો

  1. ગંદા ઓશિકાથી ખીલ, ફોલ્લીઓ અને એલર્જી જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
  2. ઓશિકામાં જમા થયેલી ધૂળ અને બેક્ટેરિયા અસ્થમા અને એલર્જીનું કારણ બની શકે છે.
  1. ગંદા ઓશિકા ડેડ્રફ અને સ્કૈલ્પ ઇન્ફેક્શનનું જોખમ વધારે છે.
  2. બેક્ટેરિયા અને વાયરસથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે.

તમારા ઓશીકાના કવર બદલવાનો યોગ્ય સમય

  1. નિષ્ણાતોના મતે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત ઓશિકાના કવર બદલવા જોઈએ.
  1. જો તમારી ત્વચા ઓઇલી છે અથવા તમને એલર્જીની સમસ્યા છે તો દર 3-4 દિવસે તેને બદલવું વધુ સારું રહેશે.
  1. ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે તેથી આ સમય દરમિયાન ઓશિકાના કવર વધુ વાર ધોવા જોઈએ.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget