MI vs KKR: આ ત્રણ કારણોથી મુંબઈ ઈન્ડિયન્સને મળી શાનદાર જીત, અશ્વિની કુમાર બન્યો નવો સ્ટાર
Mumbai Indians Win Reasons : મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવીને IPL 2025માં પોતાની પહેલી જીત નોંધાવી હતી

Mumbai Indians Win Reasons : મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવીને IPL 2025માં પોતાની પહેલી જીત નોંધાવી હતી. મુંબઇ ઈન્ડિયન્સે તેના હોમ ગ્રાઉન્ડ પર આ જીત નોંધાવી છે. કોલકાતા પ્રથમ બેટિંગ કરતા 116 રનમાં ઓલઆઉટ થઈ ગયું, જેના જવાબમાં મુંબઈએ 13મી ઓવરમાં જ એકતરફી લક્ષ્ય હાંસલ કરી લીધું. ચાલો જાણીએ તે 3 કારણો જેના કારણે મુંબઈ IPL 2025માં પોતાની પહેલી જીત નોંધાવી શક્યું હતું.
A spell straight out of dreams! 🔮✨
— Mumbai Indians (@mipaltan) March 31, 2025
Ashwani delivers the best figures by an Indian bowler on debut! 🤯#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #MIvKKR pic.twitter.com/XXAH7o5qID
- મુંબઇની બોલિંગ અને બેટિંગ બંન્ને સારી રહી
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યાર સુધી સારા સંકલન સાથે રમી શકી ન હતી. ઉદાહરણ તરીકે જો આપણે ગુજરાત ટાઇટન્સ સામેની મેચ લઈએ તો MI ના બોલરોએ ધીમી પિચ પર 196 રન આપ્યા હતા. જ્યારે મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવાની વાત આવી ત્યારે મુંબઈની આખી બેટિંગ લાઈન-અપ દબાણ હેઠળ પડી ભાંગી હતી. પરંતુ KKR સામેની મેચમાં મુંબઈના બધા બોલરોએ ઓછામાં ઓછી એક વિકેટ લીધી હતી. રોહિત શર્મા ફરી એકવાર બેટિંગમાં નિષ્ફળ ગયો જ્યારે અન્ય બેટ્સમેનોએ સારી ઇનિંગ રમી હતી.
- ખરાબ શરૂઆતની સમસ્યાથી છૂટકારો મેળવો
અત્યાર સુધી મુંબઈ ઇન્ડિયન્સ માટે ઇનિંગ્સની ખરાબ શરૂઆત એક મોટી સમસ્યા હતી. સીએસકે અને ગુજરાત વચ્ચેની મેચમાં રોહિત શર્મા અને રાયન રિકેલ્ટન સસ્તામાં આઉટ થયા હતા. આ વખતે પણ રોહિત શર્મા માત્ર 13 રન કરીન આઉટ થયો, પરંતુ KKR સામે રેયાન રિકલ્ટને આક્રમક બેટિંગ કરી હતી. રોહિત સસ્તામાં આઉટ થયો હોવા છતાં તેણે રિકલ્ટન સાથે 46 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.
- ચાર ફાસ્ટ બોલરોની રણનીતિ કામ કરી ગઈ
મુંબઈ સામેની મેચમાં ગુજરાતે 4 ઝડપી બોલરોની રણનીતિનો ઉપયોગ કરીને ઘરઆંગણાની પરિસ્થિતિનો સંપૂર્ણ લાભ લીધો. હવે મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં 4 ફાસ્ટ બોલરોની સમાન રણનીતિ પર કામ કર્યું, જે અસરકારક સાબિત થઇ હતી. મેચમાં કોલકાતા ઓલઆઉટ થઈ ગયું હતું. કોલકત્તાની 10 વિકેટમાંથી 8 વિકેટ ઝડપી બોલરોએ લીધી હતી.




















