શોધખોળ કરો
Advertisement
200 કરોડના બજેટમાં બનવા જઈ રહી શાહરુખની ‘Pathan’ફિલ્મ માટે આટલા કરોડ ફી લઈ રહી છે દીપિકા પાદુકોણ !
દીપિકા હાલમાં બોલિવૂડની સૌથી મોંઘી એક્ટ્રેસમાં ગણવામાં આવે છે. જેની પોતાની ફેન ફોલોઈંગ છે. આ જ કારણ છે કે તે પોતાની દરેક ફિલ્મો માટે એક મોટી ફી વસૂલી રહી છે.
મુંબઈ: શાહરુખ ખાન પોતાની વાપસીને લઈને હાલમાં બોલિવૂડની ગલીઓમાં ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, કિંગ ખાન્ આવતા વર્ષે દિવાળી પર મોટો ધમાકો કરવાની તૈયારી લીધી છે. ફિલ્મનું નામ હશે પઠાન જેનાથી તે લગભગ 3 વર્ષ બાદ મોટા પડદા પર વાપસી કરશે. આ ફિલ્મમાં તેની અપોઝિટ એકવાર ફરી દીપિકા પાદુકોણ નજર આવશે. ત્યારે આ ફિલ્મમાં દીપિકાની ફીને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે.
આ ફિલ્મ માટે આદિત્ય ચોપડાએ 200 કરોડનું બજેટ નક્કી કર્યું છે. એટલે કે એક બિગ બજેટ મૂવી બનવા જઈ રહી છે. આ ફિલ્મ માટે દીપિકા પાદુકોણ 15 કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે. દીપિકા હાલમાં બોલિવૂડની સૌથી મોંઘી એક્ટ્રેસમાં ગણવામાં આવે છે. જેની પોતાની ફેન ફોલોઈંગ છે. આ જ કારણ છે કે તે પોતાની દરેક ફિલ્મો માટે એક મોટી ફી વસૂલી રહી છે.
થોડા દિવસ પહેલા અહેવાલ આવ્યા હતા હતા કે, જોન અબ્રાહમ આ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા ફી લઈ રહ્યો છે. જોન આ ફિલ્મમાં દમદાર વિલન તરીકે નજર આવશે. જો કે, આ અહેવાલમાં કેટલી સચ્ચાઈ છે તે કહી શકાઈ નહીં.
શાહરુખ ખાન 2018માં છેલ્લી વખત ઝીરો ફિલ્મમાં નજર આવ્યા હતા. તેના બાદ તે સિલ્વર સ્ક્રીન પરથી ગાયબ છે. જો કે, ફેન્સ તેના વાપસીની રાહ જોઈ રહ્યાં છે. એવા પણ અહેવાલ છે કે, શાહરુખ રાજકુમાર હિરાની સાથ પણ જલ્દીજ કોઈ પ્રોજેક્ટ માટે હાથ મિલાવી શકે છે. હાલમાં કાસ્ટ પર કામ ચાલી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement