Hema Malini Birthday Special: શું હેમા માલિની નોનવેજ ખાય છે? ધર્મેન્દ્રએ તેમને સાથ આપવા ભર્યું આ પગલું
હેમા માલિની અને ધર્મેન્દ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના એવા કપલમાંથી એક છે જેમના પ્રેમની મિસાલ આપવામાં આવે છે
Hema Malini Dharmendra Unknown Facts: હેમા માલિની અને ધર્મેન્દ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના એવા કપલમાંથી એક છે જેમના પ્રેમની મિસાલ આપવામાં આવે છે. બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. બહુ ઓછા લોકો જાણે છે કે હેમા સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્રએ ન માત્ર પોતાનો ધર્મ બદલ્યો હતો, પરંતુ તેણે અભિનેત્રી માટે પોતાનું મનપસંદ નોન-વેજ ફૂડ પણ છોડી દીધું હતું. આ વાતનો ખુલાસો બંનેની પુત્રી ઇશા દેઓલે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.
ઈશાએ ધર્મેન્દ્ર-હેમાના સંબંધોનો ખુલાસો કર્યો
વાસ્તવમાં થોડા વર્ષો પહેલા આપેલા એક ઇન્ટરવ્યુમાં ઇશા દેઓલે તેના પિતા ધર્મેન્દ્ર અને માતા હેમા માલિની વચ્ચેના સંબંધો વિશે ઘણા ખુલાસા કર્યા હતા. તેણીએ કહ્યું હતું કે તે બંને વચ્ચેના સંબંધોને પ્રેરણા માને છે. આ દરમિયાન ઈશાએ એમ પણ જણાવ્યું હતુ કે, મારા પિતાએ માતા માટે તેમની ખાવાની આદતો બદલી હતી. તેથી જ તેમના લગ્ન મારા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી છે.
ધર્મેન્દ્રએ હેમા માટે નોન વેજ છોડી દીધું
ઈશાએ વધુમાં કહ્યું કે, મારી માતા સંપૂર્ણપણે શાકાહારી છે અને હું પણ તેમની જેમ શાકાહારી છું. પરંતુ મારા પિતા પંજાબી પરિવારમાંથી છે, તેથી તેમને ચિકન ખાવાનું ખૂબ ગમે છે. આ જ કારણ છે કે અમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ પર અનેક પ્રકારની વાનગીઓનું મિશ્રણ હોય છે. પણ મારી માતાને નોન-વેજ પસંદ નથી. તેથી જ પપ્પાએ પોતાને મજબૂત બનાવતા માતા માટે નોન-વેજ ખાવાનું છોડી દીધું હતું.
Mili Trailer: જાહ્નવી કપૂરની ફિલ્મ મિલીનું ધમાકેદાર ટ્રેલર
Janhvi Kapoor Mili Trailer Release: જાહ્નવી કપૂરની ફિલ્મ 'મિલી'ના ટીઝરે ચાહકોને હચમચાવી દીધા હતા અને હવે 'મિલી'નું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર તમારા રુવાડા ઉભા કરી દેશે. એક સાધારણ છોકરી જેનું વિદેશ જવાનું સપનું છે જે અચાનક ઘરમાંથી ગાયબ થઈ જાય છે અને ભૂલથી તેની જ ઓફિસના માઈનસ ડિગ્રી તાપમાનના ફ્રીઝર રૂમમાં બંધ થઈ જાય છે. જીવન સાથે સંઘર્ષ કરતી મિલી તમને આ ટ્રેલરમાં જોવા મળશે.
'મિલી'નું ટ્રેલર ફ્રીઝરના એ જ દ્રશ્યથી શરૂ થાય છે જેમાં તે પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે. આખું નામ મિલી નૌડિયાલ, જે તેના પિતા સાથે એકલી રહે છે. તેને વિદેશી નોકરીની ઓફર મળે છે અને તે તેની તમામ તૈયારીઓ કરે છે, પછી અચાનક વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. જ્યાં 'મીલી' કામ કરે છે, તે માઈનસ ડિગ્રી તાપમાનના ફ્રીઝરમાં બંધ થઈ જાય છે. પોલીસથી લઈને પરિવારના સભ્યો તેની શોધ કરવા લાગ્યા. તે જ સમયે, તે આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હાર માનતી નથી. તેણીના ચહેરા, હાથ પર લોહીના નિશાન જોવા મળે છે અને ટ્રેલરના અંતમાં તે પોતાની જાતને વરખથી લપેટી લેતી જોવા મળે છે. મિલી પોતાને બચાવી શકશે કે પોલીસ તેને શોધી શકશે, આ સસ્પેન્સ પરથી પડદો ફિલ્મ જોયા પછી જ ઊંચકાશે.