શોધખોળ કરો

sonam: 17 વર્ષની ઉંમરે લગ્ન, અંડરવર્લ્ડ ડોન સાથે કનેક્શન! 30 વર્ષ પછી એક્ટ્રેસે કરી ભારત વાપસી, કરશે કમબેક

તમે ત્રિદેવ ફિલ્મનું પ્રખ્યાત ગીત ઓયે...ઓયે...નઝર ને કિયા હૈ ઈશારા સાંભળ્યું જ હશે. એ ગીતથી જ સોનમે લોકોના દિલ પર એવો જાદુ ફેલાવ્યો હતો. પરંતુ સોનમે અચાનક બાય કહીને બોલિવૂડ જગતને ચોંકાવી દીધું.

sonam: 90ના દાયકામાં બિકીની ગર્લ તરીકે જાણીતી સોનમ ખાન હવે ફરીથી ઈન્ડસ્ટ્રીમાં પરત ફરવાનું વિચારી રહી છે. ઋષિ કપૂર સાથે બીચ પર તેના સિઝલિંગ લુકથી ધૂમ મચાવનારી સોનમે તેના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે લાંબા સમય પહેલા કમબેક કરવા માંગતી હતી, પરંતુ કરી શકી નહીં. સોનમે કહ્યું શા માટે તેણે નાની ઉંમરમાં અચાનક બોલીવુડને અલવિદા કહ્યું?

અંડરવર્લ્ડ સાથે સંબંધો

સોનમનું નામ અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સાથે પણ જોડાયું હતું. માનવામાં આવે છે કે સોનમે આ કારણથી દેશ છોડી દીધો હતો. એક ઈન્ટરવ્યુમાં સોનમે તેના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો વિશે ખુલાસો કર્યો. સોનમે કહ્યું કે જો તેને તક મળશે તો તે ફિલ્મોની સાથે OTT પર પણ ડેબ્યૂ કરવા માંગશે. સોનમે જણાવ્યું કે આખરે તે મુંબઈ પરત ફરી છે. સોનમે કહ્યું- હું ત્રણ વર્ષ પહેલા પાછા આવવા માંગતી હતી, પરંતુ એવું ન થઈ શક્યું, પછી કોવિડ પણ આવી ગયો. અહીં વસ્તુઓને સેટ કરવામાં ઘણો સમય લાગ્યો. હું હંમેશા પરિવાર સાથે રહી છું. ભૂતકાળની વાતોને ભૂતકાળમાં જવા દો.

સોનમે કહ્યું કે બોલિવૂડ છોડવાનું કારણ મારા લગ્ન હતા. મેં ત્રિદેવના નિર્માતા રાજીવ રાય સાથે લગ્ન કર્યા અને તે પણ નાની ઉંમરે. રાજીવ પર જીવલેણ હુમલો થયો, જેના કારણે સોનમને ભારત છોડીને લોસ એન્જલસ જવું પડ્યું. આ પછી તે સ્વિત્ઝરલેન્ડમાં સ્થાયી થઇ. પરંતુ ત્યારપછી 15 વર્ષ બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા. સોનમ અને રાજીવને એક પુત્ર પણ છે. એવું માનવામાં આવે છે કે અંડરવર્લ્ડ ડોનની સંડોવણી તેમના અલગ થવાનું કારણ બની હતી.

14 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું

પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતાં સોનમે કહ્યું- જ્યારે મેં 1988માં યશ ચોપરાની ફિલ્મ વિજયથી મારી કારકિર્દીની શરૂઆત કરી ત્યારે મારી પાસે નવી ઑફર્સની લાઇન હતી. મારે જરા પણ સંઘર્ષ કરવો પડ્યો નથી. આ પછી મને ત્રિદેવ, મિટ્ટી અને સોના સાથે રાતોરાત લોકપ્રિયતા મળી. પણ પછી મેં લગ્ન કરી લીધા. તે સમયે મારા મનમાં શું ચાલી રહ્યું હતું તેની મને ખબર નથી. મને મારો પોતાનો પરિવાર જોઈતો હતો. તે સમયે મારી ઉંમર માત્ર 17 વર્ષની હતી. અને તે સમયે હું ખૂબ જ ભોળી હતી.

સોનમ 50 વર્ષની થઈ ગઈ છે, તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડ્યાને 30 વર્ષ થઈ ગયા છે. ફિલ્મી દુનિયા વિશે વાત કરતા સોનમે કહ્યું- ઈન્ડસ્ટ્રી હંમેશા મારા માટે સપોર્ટ કરતી રહી છે. મને ક્યારેય કોઈ સમસ્યા થઈ નથી. મારા મનમાં મને કોઈ અફસોસ કે ફરિયાદ નથી. બધાને ખબર હતી કે હું કેટલી નાની હતી , બધા મારી સાથે તે સમયે બાળકની જેમ વર્તતા હતા. મેં છેલ્લા ત્રીસ વર્ષોમાં આખી દુનિયાનો પ્રવાસ કર્યો છે. અને આ બધો સમય મેં મારા પુત્ર ગૌરવ રાયને આપ્યો છે. એ જ મારું જીવન છે.

સોનમે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. આ એકાઉન્ટને લોસ્ટ એન્ડ ફાઉન્ડ ઇન સોનમ નામ આપવામાં આવ્યું છે. પોતાનું વર્ણન કરતાં સોનમે તેના બાયોમાં લખ્યું છે - મેં 14 વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને 17 વર્ષની ઉંમરે રિટાયર થઈ ગઈ હતી. 18 વર્ષની ઉંમરે ક્યાંક ખોવાઈ ગઈ. ત્રણ દાયકા પછી પાછી આવી. સોનમ એક્ટર રઝા મુરાદની ભત્રીજી છે. તેનું સાચું નામ બખ્તાવર ખાન છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod:આધાર અને રેશનકાર્ડ અપડેટ માટે દાહોદમાં લાગી લાંબી લાઈન| Abp AsmitaVadodara Crime: સતત બીજા દિવસે ઘર પર પથ્થર મારો અને ઝીંકાઈ સોડાની બોટલ | Abp AsmitaParag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વોટિંગ શરૂ, અક્ષય કુમાર સહિતના દિગ્ગજોએ કર્યું વોટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
E-Aadhaar: E-Aadhaar શું હોય છે, જાણો તમારા આધાર કાર્ડથી કેટલું છે અલગ?
E-Aadhaar: E-Aadhaar શું હોય છે, જાણો તમારા આધાર કાર્ડથી કેટલું છે અલગ?
Embed widget