શોધખોળ કરો
Advertisement
પોતાની કઇ સુપરહિટ ફિલ્મ બાદ બૉલીવુડ છોડવા માંગતો હતો સુશાંત સિંહ, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતા કેકે સિંહ પહેલા જ કહી ચૂક્યા છે કે સુશાંત એક્ટિંગને છોડીને કુર્ગમાં ખેતી કરવામાં રૂચિ રાખતો હતો, પણ રિયા ચક્રવર્તીના કારણે તે આવુ ન હતો કરી શક્યો
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતને લઇને વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે, સુશાંત સિંહ રાજપૂત એક સમયે બૉલીવુડ છોડવા માંગતો હતો. જાણીતા થિયેટર અને સીરિયલ નિર્દેશકે આ વાતનો ખુલાસો કર્યો છે. સુશાંતે પોતાની સુપરહિટ ફિલ્મ ધોનીઃ ધ અનટૉલ્ડ સ્ટૉરી બાદ બૉલીવુડ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સુશાંતના પિતા કેકે સિંહ પહેલા જ કહી ચૂક્યા છે કે સુશાંત એક્ટિંગને છોડીને કુર્ગમાં ખેતી કરવામાં રૂચિ રાખતો હતો, પણ રિયા ચક્રવર્તીના કારણે તે આવુ ન હતો કરી શક્યો.
જાણીતા થિયેટર અને સીરિયલ નિર્દેશક અને હાલના સમયમાં નાગિન 5 સીરિયલનું નિર્દેશન કરી રહેલા રંજન કુમાર સિંહે એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યુ કે, મે ફિલ્મ ધોની કેટલીય વાર જોઇ હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ ફોન પર ધોની સાથે વાત પણ કરી હતી. ત્યારે વાતો વાતોમાં તેને મને જણાવ્યુ કે, તે હવે આગળ ફિલ્મોમાં કામ નથી કરવા માંગતો, ત્યારે ચિંતિત થઇને મેં જ્યારે તેને કારણ પુછ્યુ તો સુશાંતે મારી વાતને હસીને ટાળી દીધી હતી. આ વાતને લઇને મારી જ મજાક ઉડાવી અને પછી કહ્યું કે તે બસ મજાક કરી રહ્યો હતો.
રંજન કુમાર સિંહ તે વ્યક્તિ છે જે દિલ્હીમાં એનએસડીમાં એક્ટિંગ શીખવાડવા અને નાટકોનુ ડાયરેક્શન કરતા હતા.તે સમયે સુશાંત સિંહ રાજપૂત દિલ્હીમાં જ એન્જિનીયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. બન્નેની મુલાકાત મુલાકાત ત્યાં જ થઇ હતી જ્યાં એક્ટિંગ શીખવા માટે સુશાંત મુંબઇ આવ્યો હતો. સુશાત જ્યારે મુંબઇ આવ્યો હતો ત્યારે તેને બાલાજીની સીરિયલ કિસ દેસ મે હે મેરા દિલમાં બ્રેક મળ્યો હતો. તો સુશાંત કલાકો સુધી બેસીને રંજન પાસેથી એક્ટિંગની ટિપ્સ લેતો હતો. તે સમયે રંજન બાલાજીની એક સીરિયલ ડાયરેક્ટ કરી રહ્યાં હતા.
રંજને કહ્યું કે સુશાંત એક એવો વ્યક્તિ હતો જે જીવવા માંગતો હતો, તે આત્મહત્યા કરી શકે તેમ ન હતો. પટના સાથે સંબંધ રાખનારા રંજન કુમાર સિંહે કહ્યું કે,તેને નથી ખબર કે સુશાંતની હત્યા થઇ કે પછી તેના પાછળ કોઇ બીજુ કાવતરુ છે, પરંતુ તેનુ કહેવુ છે કે આ કેસની તપાસ બાદ સચ્ચાઇ સામે આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement