શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુશાંત સિંહ મામલે રિયા ચક્રવર્તી પર EDની મોટી એક્શન, ભાઇ અને પિતા સહિત ત્રણેય ફોન કર્યા જપ્ત
સોમવારે EDએ આ ત્રણેયની લાંબી પુછપરછ કરી હતી, પરંતુ ઇડીને નિવેદનો સંતોષજનક ન હતા મળ્યા, સાથે સાથે એકબીજા સાથે નિવેદનો મેળ મણ ન હતા ખાતા, આવામાં ઇડીએ સબૂતો સાથે કોઇ છેડછાડ ના થાય એ માટે ફોન જપ્ત કરી લીધા છે
મુંબઇઃ સુશાંત સિંહ મૃત્યુ કેસમાં હવે ED મની લૉન્ડ્રીંગના એન્ગલથી તપાસી રહી છે, આ સિલસિલામાં EDએ રિયા ચક્રવર્તી પર મોટી એક્શન લેતા ફોન જપ્ત કરી લીધા છે. સુત્રો અનુસાર ઇડીએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર પર મોટી એક્શન લેતા રિયા ચક્રવર્તી, તેનો ભાઇ શૌવિક ચક્રવર્તી અને પિતા ઇન્દ્રનીલ ચક્રવર્તી આ ત્રણેયના ફોન જપ્ત કરી લીધા છે.
સોમવારે EDએ આ ત્રણેયની લાંબી પુછપરછ કરી હતી, પરંતુ ઇડીને નિવેદનો સંતોષજનક ન હતા મળ્યા, સાથે સાથે એકબીજા સાથે નિવેદનો મેળ મણ ન હતા ખાતા, આવામાં ઇડીએ સબૂતો સાથે કોઇ છેડછાડ ના થાય એ માટે ફોન જપ્ત કરી લીધા છે.
રિયાએ ઇડીને પોતાની આઇટીઆર આપી દીધી છે. રિપોર્ટનુ માનીએ તો વર્ષ 2017-2018માં રિયા ચક્રવર્તીએ આઇટીઆરમાં 18.75 લાખ રૂપિયાની કમાણી બતાવી છે, અને વર્ષ 2018-19માં 18.23 લાખની. બતાવવામા આવી રહ્યુ છે કે આ વર્ષોમાં રિયાએ જેટલી કમાણી કરી તેટલી દેખાઇ નથી, વળી ઇડા દ્વારા કરવામાં આવેલી પુછપરછમાં રિયાએ જણાવ્યુ કે, તેના મુંબઇમાં બે ફ્લેટ છે.
વર્ષ 2018માં તેને મુંબઇના ખારમાં 80 લાખ રૂપિયાથી વધુની કિંમતના ફ્લેટ ખરીદ્યા હતા, આ પહેલા રિયા ચક્રવર્તીએ વર્ષ 2012માં પોતાના પિતાન નામ પર 60 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો હતો. રિપોર્ટનુ માનીએ તો રિયાની વાર્ષિક આવક 15 થી 20 લાખ રૂપિયા છે, આવામાં સવાલ એ ઉઠે છે કે રિયાએ લાખોની આ પ્રૉપર્ટી કેવી રીત બનાવી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion