Money Laundering Case: જૈકલીન સાથે 8 કલાક સુધી પુછપરછ ચાલી, ફરીથી બોલાવી શકે છે પોલીસ
સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની આજે પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે.
![Money Laundering Case: જૈકલીન સાથે 8 કલાક સુધી પુછપરછ ચાલી, ફરીથી બોલાવી શકે છે પોલીસ EOW Inquiry Completed Against Jacqueline Fernandez In Sukesh Chandrashekhar Money Laundering Case Money Laundering Case: જૈકલીન સાથે 8 કલાક સુધી પુછપરછ ચાલી, ફરીથી બોલાવી શકે છે પોલીસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/14/6793e6fdeb6d652bf2141820343eb93b1663123783024556_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jacqueline Fernandez News: સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની આજે પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે. પૂછપરછમાં સામેલ સ્પેશિયલ સીપી રવીન્દ્ર યાદવ દિલ્હીમાં EOW ઓફિસ છોડી ગયા છે. જો કે, જેકલીનને તેના ગયાના થોડા સમય બાદ જ ઓફિસના સુરક્ષિત ગેટમાંથી ચૂપચાપ બહાર લઈ જવામાં આવી હતી.
જેકલીન સાથે આજની પૂછપરછ 8 કલાક સુધી ચાલી હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે તેને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવશે. આ દરમિયાન, દિલ્હી પોલીસે અભિનેત્રી માટે 100 પ્રશ્નો તૈયાર કર્યા હતા, જેના જવાબ તેને 200 કરોડ રૂપિયાના કથિત કૌભાંડ કેસમાં પૂછવામાં આવ્યા હતા.
આઠ કલાક સુધી ચાલી પૂછપરછ
ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) તરફથી જેકલીનની આ પૂછપરછ સવારે 11.30 વાગ્યાથી ચાલી રહી હતી. દિલ્હી પોલીસ દ્વારા ત્રીજી વખત બોલાવવામાં આવ્યા બાદથી જેકલીન દિલ્હીમાં છે. અગાઉ પણ તેને બે વખત સમન્સ પાઠવવામાં આવ્યા છે. જોકે તે 29 ઓગસ્ટ અને 12 સપ્ટેમ્બર બંને વખત આવી ન હતી.
બેક ટુ બેક ઈન્ક્વાયરી થઈ શકે...
જેકલીન આજે સવારે 11 વાગે તેના વકીલોની ટીમ સાથે મંદિર માર્ગ પર આવેલી આર્થિક ગુના શાખાની ઓફિસે પહોંચી હતી. આ દરમિયાન તેને સુકેશ ચંદ્રશેખર સાથેના તેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું હતું, જેકલીનને હાલમાં દિલ્હી ન છોડવાનું કહેવામાં આવ્યું છે. આ મામલે થોડા દિવસો સુધી બેક ટુ બેક ઈન્ક્વાયરી થઈ શકે છે. આ કેસમાં, EDએ અગાઉ કહ્યું હતું કે ફર્નાન્ડિઝના નિવેદનો 30 ઓગસ્ટ અને 20 ઓક્ટોબર, 2021ના રોજ રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જેમાં જેક્લીને સુકેશ ચંદ્રશેખર પાસેથી ભેટ મેળવવાની કબૂલાત કરી હતી.
નોરા ફતેહીની પણ પૂછપરછ કરવામાં આવી હતી
આ કેસમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પિંકી ઈરાની અભિનેત્રીની સાથે હતી. ઈરાનીએ જ કથિત રીતે ફર્નાન્ડીઝને ચંદ્રશેખર સાથે પરિચય કરાવ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં, નોરા ફતેહીની પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ કેસમાં છ-સાત કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર જેલમાં...
મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર હાલ જેલમાં છે. તેના પર પ્રભાવશાળી લોકો સહિત અનેક લોકોને છેતરવાનો આરોપ છે. તેમાં ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહનો પણ સમાવેશ થાય છે. EDએ 17 ઓગસ્ટે દાખલ કરેલી તેની ચાર્જશીટમાં ચંદ્રશેખરને સંડોવતા કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ફર્નાન્ડીઝને આરોપી તરીકે નામ આપ્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)