Film: આજે ઓટીટી પર રિલીઝ થઇ 'Freddy', જાણો ક્યારે ને ક્યાંથી જોઇ શકો છો Kartik Aaryanની આ સાયકો થ્રિલર ?
આજે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઇ છે. તમે ઘરે બેઠાં બેઠાં આ ફિલ્મનો આનંદ ઉઠાવી શકો છો. જાણો કઇ રીતે.......
Where to Watch Kartik Aaryans Freddy: બૉલીવુડના હેન્ડસમ હન્ક એક્ટર કાર્તિક આર્યન પોતાની ફિલ્મ 'ફ્રેડી (Freddy)' ને લઇને ચર્ચામાં છે. ફિલ્મ એક સાયક થ્રિલર છે, જેમાં કાર્તિક એક ડેન્ટિસ્ટની ભૂમિકા નિભાવી રહ્યો છે. ફ્રેડીનું ટ્રેલર દર્શકને ખુબ પસંદ આવી રહ્યું છે, આજે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઇ છે. તમે ઘરે બેઠાં બેઠાં આ ફિલ્મનો આનંદ ઉઠાવી શકો છો. જાણો કઇ રીતે.......
ફ્રીડ ફિલ્મ રિલીઝ -
કાર્તિક આર્યનની ફ્રેડીને લઇને ફેન્સ ખુબ ઉત્સાહિત છે, છેવટે આ ફિલ્મ સિનેમાઘરોને છોડીને આજે 2જી ડિસેમ્બર 2022એ ઓટીટી પર સ્ટ્રીમ થઇ રહી છે. ફિલ્મની કહાણી એકદમ રોમાંચક અને દિલચસ્પ છે. જેમાં કેટલાક મજેદાર અને હેરાન કરનારા ટ્વીસ્ટ આવી છે, ટ્રેલર પ્રમાણે લૂક અને દમદાર અભિનયે પણ ફેન્સના દિલોની ધડકણો વધારી દીધી છે.
ક્યારે ને ક્યાં જોઇ શકો છો ફ્રેડી ?
કાર્તિક આર્યનની સાઇકો થ્રિલર ફ્રેડી તમે ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર (Disney+Hotstar) પર જોઇ શકો છો. સબ્સક્રિપ્શન અનુસાર, દર્શક મોબાઇલથી લઇને લેપટૉ અને ટીવી પર આ ફિલ્મની મજા માણી શકે છે.
View this post on Instagram
શું છે ફિલ્મની કહાણી ?
આ ફ્રેડી નામના ડેન્ટિસ્ટની વાર્તા છે. જેને છોકરીઓ પસંદ નથી કરતી અને ડૉક્ટર છોકરીઓ સાથે વાત કરતાં પણ ડરે છે. પરંતુ પછી તે એક છોકરીને જુએ છે અને કાર્તિક તેને ખૂબ પસંદ કરે છે. તે છોકરી પણ તેના દાંતની સારવાર કરાવવા કાર્તિક પાસે પહોંચે છે. પછી એક ટ્વિસ્ટ સાથે અને એક નહીં પણ ઘણા બધા ટ્વિસ્ટ સાથે સ્ટોરી આગળ વધે છે. એક હત્યા થાય છે અને પછી તે થાય છે જેની તમને અપેક્ષા પણ નથી. ડૉ. ફ્રેડી પણ ડરમાં આવું કરી શકે છે. તમે વિચારી શકતા નથી અને ફ્રેડી તમને દરેક સમયે આશ્ચર્યચકિત કરે છે.
View this post on Instagram
View this post on Instagram