Guru Dutt's Sister Passes Away: ગુરુ દત્તની બહેન Lalita Lajmiનું નિધન, આમિર ખાનની આ ફિલ્મમાં મળ્યા હતા જોવા
Lalita Lajmi Death: પ્રખ્યાત અભિનેતા ગુરુ દત્તની બહેન લલિતા લાજમીનું નિધન થયું છે. તેણે આમિર ખાનની ફિલ્મમાં પણ કામ કર્યું હતું.
Guru Dutt's Sister Passes Away: બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને અભિનેતા ગુરુ દત્તની બહેનનું નિધન થયું છે. 90 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તે જાણીતી ચિત્રકાર હતી. જહાંગીર નિકોલ્સન આર્ટ ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમના મૃત્યુની માહિતી આપી છે.
ગુરુ દત્તની બહેન Lalita Lajmiનું નિધન
ફાઉન્ડેશને તેની પોસ્ટમાં લખ્યું છે કે, “આર્ટિસ્ટ લલિતા લાજમીના નિધનથી અમે ખૂબ જ દુઃખી છીએ. લાજમી એક સ્વ-શિક્ષિત કલાકાર હતી અને તેને શાસ્ત્રીય નૃત્યમાં ઊંડો રસ હતો. તમને જણાવી દઈએ કે, લલિતા લાજમીનું નિધન 13 ફેબ્રુઆરીએ થયું હતું. તેમના જવાથી કલા ક્ષેત્રને મોટી ખોટ પડી છે. જ્યાં એક તરફ ગુરુ દત્ત ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ હતું. તેઓએ પ્યાસા, કાગઝ કે ફૂલ અને આર પાર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. બીજી તરફ, લલિતા લાજમીએ પેઇન્ટિંગ ક્ષેત્રે પોતાનું નામ બનાવ્યું હતું. દેશના પ્રખ્યાત કલાકારોમાં તેમનું નામ સામેલ છે.
View this post on Instagram
આમિર ખાનની ફિલ્મમાં કામ કર્યું હતું
પ્રખ્યાત કલાકાર હોવા ઉપરાંત તેણે બોલિવૂડ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તે ફિલ્મ હતી આમિર ખાનની 'તારે જમીન પર', જે વર્ષ 2007માં આવી હતી, જેમાં ઈશાન નામના બાળકની વાર્તા બતાવવામાં આવી હતી, જેને અભ્યાસમાં બિલકુલ રસ નહોતો, અને આમિર ખાને શિક્ષકની ભૂમિકા ભજવી હતી. તે જ સમયે આ ફિલ્મના એક છેલ્લા સીનમાં લલિતા લાજમી પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તે સ્કૂલ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ગેસ્ટની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો રોલ નાનો હતો, પરંતુ ખૂબ જ ખાસ હતો.
2018માં દીકરીનું અવસાન થયું હતું
લલિતા લાજમીની પુત્રી પણ ફિલ્મી દુનિયામાં સક્રિય હતી. તે એક ફિલ્મ નિર્દેશક હતી. જોકે, વર્ષ 2018માં કિડનીના કેન્સરને કારણે તેમનું અવસાન થયું હતું. લલિતા લાજમીએ જણાવ્યું હતું કે જ્યારે તેમની પુત્રી બીમાર હતી, તે સમયે ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે તેમની મદદ કરી હતી. જેમાં આમિર ખાન, આલિયા ભટ્ટ, સોની રાઝદાન, નીના ગુપ્તા રોહિત શેટ્ટી, કરણ જોહર અને સલમાન ખાન હતા.