Kajol B'day: કરણ જોહરે ખોલી હતી કાજોલની પોલ, બતાવ્યુ હતુ અજય પહેલા કયા હીરો પાછળ હતી પાગલ
બૉલીવુડ એક્ટ્રેસ કાજોલે (Kajol) પોતાની કલાકારીના દમ પર આજે લાખો-કરોડો દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. કાજોલ એક સક્સેસ એક્ટ્રેસમાં સામેલ છે,
Kajol B'day: બૉલીવુડ એક્ટ્રેસ કાજોલે (Kajol) પોતાની કલાકારીના દમ પર આજે લાખો-કરોડો દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. કાજોલ એક સક્સેસ એક્ટ્રેસમાં સામેલ છે, તેને 90ના દાયકામાં એકથી એક હિટ અને ચઢિયાતી ફિલ્મો આપી છે, જોકે, તેને એક સારી એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક સંસ્કારી દીકરી, બેસ્ટ પત્ની અને એક સારી માંની ભૂમિકા રિયલ લાઇફમાં ખુબ બખૂબીથી નિભાવી છે.
બૉલીવુડ એક્ટ્રેસ કાજોલ આજે પોતાનો 48મો જન્મદિવસ મનાવી રહી છે. કાજોલનો જન્મ 5મી ઓગસ્ટ 1974ના રોજ મુંબઇમાં થયો હતો, તેનુ આખુ નામ કાજોલ મુખર્જી છે, હાલમાં તે કાજોલ મુખર્જી દેવગન બની ચૂકી છે. કાજોલે વર્ષ 1999માં ફિલ્મ એક્ટર અજય દેવગન સાથે લગ્ન કરી લીધા હતા, હાલમાં બન્નેને બે બાળકો છે, જેમાં એક દીકરી ન્યાસા દેવગન અને દીકરો યુગ દેવગન છે. કાજોલ સાથે જોડાયેલો એક જબરદસ્ત કિસ્સો આ વખતે કરણ જોહરે ધ કપિલ શર્મા શૉમાં કર્યો હતો.
કાજોલ જ્યારે પોતાની કેરિયરના પીક પર હતી, તે સમયે તેને અજય દેવગન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ખરેખરમાં કેરિયરની શરૂઆતની દિવસોમાં એક્ટ્રેસનુ દિલ બીજા કોઇ પર ફિદા હતુ. કરણ જોહરે બતાવ્યુ હતુ કે ફિલ્મ 'હિના'ના પ્રીમિયર દરમિયાન અક્ષય કુમારના આવવાની ચર્ચા હતી. આવામાં કાજોલ પોતાના 'ક્રશ' અક્ષય કુમારને શોધી રહી હતી. આ કિસ્સો બતાવતા કરણ કહે છે કે પ્રીમિયર પર કાજોલને અક્ષય તો ના મળ્યો પરંતુ અમારી દોસ્તો જરૂર પાક્કી થઇ ગઇ.
કાજોલ અને કરણ જોહર છે પાક્કા દોસ્ત -
કાજોલ અને કરણ જોહર બહુજ જુના દોસ્તો છે, બન્નેની મુલાકાત એક ફિલ્મ પાર્ટી દરમિયાન થઇ હતી, બન્ને 'કુછ કુછ હોતા હૈ' (Kuch Kuch Hota Hai), 'માય નેમ ઇઝ ખાન' (My Name Is Khan) સહિતની કેટલીય ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો........
RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે
WhatsApp: વૉટ્સએપથી હવે બુક કરી શકશો Uber કેબ, જાણો બુકિંગ કરવાની રીત............
Latest Photoshoot: Ranveer Singh બાદ હવે આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, FIR દાખલ કરવાની માંગ