WhatsApp: વૉટ્સએપથી હવે બુક કરી શકશો Uber કેબ, જાણો બુકિંગ કરવાની રીત............
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (WhatsApp) પર હવે તમને કેબ બુક કરવાની પણ સુવિધા આપવામાં આવી રહી છે. વૉટ્સએપ પર હવે Uber રાઇડને બુક કરવામાં આવી શકે છે.
Book Uber On WhatsApp: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (WhatsApp) પર હવે તમને કેબ બુક કરવાની પણ સુવિધા આપવામાં આવી રહી છે. વૉટ્સએપ પર હવે Uber રાઇડને બુક કરવામાં આવી શકે છે. કેબ કંપની Uber જલદી જ આ નવા ઓપ્શનને વૉટ્સએપ માટે રૉલઆઉટ કરવાની છે. Uber આ નવી કેબ બુકિંગ સર્વિસને Delhi-NCR માટે ઓગસ્ટના પહેલા અઠવાડિયાથી આને રિલીઝ કરવાની તૈયારીમાં છે.
આ ફિચરનુ સૌથી પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં લખનઉન શહેરમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, જો આ સક્સેસ થઇ જશે તો આ પછી તમારે Uberની એપને અલગથી ડાઉનલૉડ કરવાની જરૂર નહીં પડે. તમેમાત્ર વૉટ્સએપનો ઉપયોગ કરીને જ કેબ બુક કરાવી શકશો.
Uber અનુસાર, વૉટ્સએપથી કેબ બુક કરવા પર યૂઝર્સને એવી જ સુરક્ષા આપવામાં આવશે, જેવી Uber એપથી સીધી રાઇડ બુક કરાવવામાં આવે છે.વૉટ્સએપથી કેબ બુક કરવા પર પણ યૂઝર્સ રાઇડર કે ડ્રાઇવરનુ નામ અને લાયસન્સ પ્લેટ જેવી જાણકારી મોકલવામાં આવશે. સાથે જ ડ્રાઇવરને પિકઅપ પૉઇન્ટની જાણકારી લૉકેશનના આધાર પર મોકલી દેવામાં આવશે. વળી, ડ્રાઇવર સાથે વાત કરતી વખતે યૂઝર્સની ઓળખને ગોપનીય રાખવામાં આવશે. આનો અર્થ છે કે ડ્રાઇવર યૂઝર્સનો વૉટ્સએપ નંબર નહીં જોઇ શકે.
WhatsAppથી Uberની સવારી કઇ રીતે કરી શકશો ?
તમારે તમારા વૉટ્સએપ પર +91 7292000002 નંબર પર 'Hi' લખીને મેસેજ કરવાનો છે.
મેસેજ કર્યા બાદ તમને ચેટબૉટથી પિકઅપ અને ડ્રૉપ લૉકેશન પુછવામાં આવશે.
લૉકેશન વિશે જાણકારી આપ્યા બાદ તમને રાઇડની જાણકારી આપવામાં આવશે, જેમાં ભાડુ અને ડ્રાઇવરના આવવાનો સંભવિત સમય બતાવવામાં આવશે.
તમારે ઓકે કરતાં જ તમારા ડ્રાઇવરની જાણકારી અને ઓટીપી મોકલવામાં આવશે.
આ પછી તમે ઓટીપી નોંધીને રાઇડ શરૂ કરી શકશો.
આ પણ વાંચો........
RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે
WhatsApp: વૉટ્સએપથી હવે બુક કરી શકશો Uber કેબ, જાણો બુકિંગ કરવાની રીત............