શોધખોળ કરો
'કોઇ મિલ ગયા'માં જાદુના હાથમાં કેમ હતો એક્સ્ટ્રા અંગુઠો, ઋત્વિકે વર્ષો બાદ કર્યો ખુલાસો
ફિલ્મ કોઇ મિલ ગયા જોતો જોતા કોઇ દર્શકે આ વાતને નોટિસ કરી અને રાકેશ રોશન દ્વારા બનાવવામાં આવેલી વર્ષ 2003ની બ્લૉકબ્લસ્ટરના નિર્માતાઓને એક સવાલ પુછ્યો હતો
મુંબઇઃ અભિનેતા ઋત્વિક રોશને ફિલ્મ 'કોઇ મિલ ગયા'માં એલિયનની ભૂમિકા નિભાવી હતી, તેને યાદ કરીને હવે એક્ટરે વર્ષો બાદ એલિયન જાદુના વધારાના અંગુઠાના પાછળનુ રાજ ખોલ્યુ છે. લૉકડાઉન દરમિયાન એક દર્શકે જુની ફિલ્મ જોઇને આ નોટિસ કર્યુ અને ઋત્વિક રોશનને સવાલ કર્યો હતો.
ફિલ્મ કોઇ મિલ ગયા જોતો જોતા કોઇ દર્શકે આ વાતને નોટિસ કરી અને રાકેશ રોશન દ્વારા બનાવવામાં આવેલી વર્ષ 2003ની બ્લૉકબ્લસ્ટરના નિર્માતાઓને એક સવાલ પુછ્યો હતો.
ફેને લખ્યું- ટીવી પર કોઇ મિલ ગયા જોતા જોતા એક ખાસ વાત નોટિસ કરી, શું રોહિત મેહરા (ઋત્વિક રોશન)ની જેમ જાદુને એક વધારાનો અંગુઠો આપવાનો નિર્ણય આ ઉદેશ્ય પર લેવામાં આવ્યો હતો કે બન્ને પાત્રોની વચ્ચે સંબંધ સ્થાપિત થાય?
આના પર ઋત્વિકે પ્રતિક્રિયા આપતા કહ્યું- હા, આ રોહિતનો પરિચિત અનુભવવા માટે મદદ કરવા માટે લીધો હતો. પણ અમારે આને સુક્ષ્મ રાખવાનો હતો કેમકે અંગુઠો એટલો મોટો ન હતો દેખાતો હતો, જેટલો ઇચ્છતા હતા. તમારી નંજર ખુબ સારી છે મારા દોસ્ત, સુરક્ષિત રહો.
ઉલ્લેખનીય છે કે કોઇ મિલ ગયા ઋત્વિક રોશનની જિંદગી માટે ખુબ મોટી ફિલ્મ માનવામા આવે છે, કેમકે દર્શકોએ આને ખુબ પસંદ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
દેશ
Advertisement