શોધખોળ કરો

Ideas of India Summit: અરમાન મલિકે પ્લેબેક સિંગિંગ અને 9 વર્ષે રિયાલિટી શો કરવા પર કહી આ વાત 

સિંગર અરમાન મલિક એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમણે પોતાની સફર વિશે ખુલીને વાત કરી હતી.

સિંગર અરમાન મલિક એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમણે પોતાની સફર વિશે ખુલીને વાત કરી હતી, તેમણે જણાવ્યું કે 9   વર્ષની ઉંમરે ઝી ટીવીના રિયાલિટી શો "સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સ" માં કેઈ રીતે પહોંચ્યા હતા. અરમાન મલિકે પોતાના સેશનની શરુઆત 'બેસબ્રિયા' ગીતથી કરી હતી. 

રિયાલિટી શો નહોતા કરવા માંગતા અરમાન મલિક

અરમાન મલિકે કહ્યું, "હું શોમાં મન વગર ગયો હતો. મારી માતા ઇચ્છતી હતી કે હું ત્યાં જાઉં. તેમણે મારી શોમાં એન્ટ્રી કરાવી હતી. હું મલિક પરિવારમાંથી છું. હું મારી પોતાની ઓળખ સ્થાપિત કરવા માંગતો હતો. તેથી જ મેં તે સમયે મારી સરનેમનો ઉપયોગ નહોતો કર્યો. હું ઈચ્છતો હતો કે સિંગિંગના  આધારે મને જજ કરવામાં આવે.  મેં ઓડિશન ક્લિયર કર્યા. હું આઠમા નંબરે શોમાંથી બહાર થયો. તે સમયે મારી માતાએ કહ્યું હતું કે તું દેશનો સૌથી મોટો ગાયક બનીશ. મારી માતાના આત્મવિશ્વાસે મને ગાયકીમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યો. મેં સૌપ્રથમ "તારે જમીન પર" માં "બમ બમ બોલે" પર પ્લેબેક ગાયું. ત્યાર પછી મેં વધુ કામ કર્યું.

પ્લેબેક સિંગિંગને લઈ આગળ તેમણે કહ્યું, "મારા દાદા સરદાર મલિક એક મહાન કંપોઝર રહ્યા છે. તેમણે મને સાંભળીને મારા પિતાને કહ્યું હતું કે આને કંપોઝ  ન બનાવો, આને સિંગર બનાવો.   અમારા પરિવારમાં ઘણા સંગીતકારો છે. તેમાં સિંગિંગની વાત છે . આને વધુ ટ્રેનિંગ ન કરવો. પ્લેબેક માટે જેટલી જરુરી હોય એટલી જ કરવો."

"સોનુ નિગમ સરથી ઈંસ્પાયર થયો "

અરમાન આગળ કહે છે, "મને કિશોર દાના ગીતો ખૂબ જ પસંદ હતા. પરંતુ ખરેખર મને જેમના ગ્રીતથી પ્રેરણા મળી તે  સોનુ નિગમ સર હતા. તેઓ મારા માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. હું મારા ગીતોને લઈ ખૂબ જ સિલેક્ટિવ છું. "

અરમાન મલિકે હોટલના રૂમમાં ગાયું હતું 'બુટ્ટા બોમ્મા'

અરમાનને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ગાવા પર પણ પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું, "તેલુગુમાં મેં પહેલા પવન કલ્યાણ માટે ગાયું. પછી મેં બુટ્ટા બોમ્મા ગાયું. તે ગીત ખૂબ જ હિટ થયું. મને પોતાને ખબર નહોતી. મેં આ ગીત મારા હોટલના રૂમમાં ગાયું. મારો સ્ટુડિયો મારી સાથે દરેક જગ્યાએ છે.

પ્લેબેક સિંગિંગ કે લાઇવ કોન્સર્ટ કે સ્વતંત્ર સંગીત ત્રણમાંથી શું પસંદ કરશો? તેના પર અરમાન આગળ કહે છે કે તે બધું કરવા માંગે છે. તેણે કહ્યું, "મારું માનવું છે કે કલાકારોએ પોતાને મર્યાદિત ન રાખવા જોઈએ. પ્લેબેક સિંગિંગ એ સંગીતનું એક સ્વરૂપ છે. હું અંગ્રેજીમાં પણ ગાઉં છું. મને ઘણી બધી વસ્તુઓ સર્જનાત્મક રીતે કરવાની તક મળે છે, તેથી મને કંટાળો આવતો નથી. એક સમય એવો આવ્યો જ્યારે મને લાગ્યું  હતું કે મારે અલગ અલગ કામ કરવા છે."

જ્યારે ભાઈ અમાલ સાથે થઈ લડાઈ

અરમાન મલિકે પોતાના  ભાઈ અમાલ મલિક વિશે પણ વાત કરી. અરમાનએ કહ્યું, "મેં જે પણ હિટ ગીત ગાયા છે તેમાંથી 80 ટકાઅમાલના છે. લોકોને અમારું કોમ્બિનેશન ગમે છે. તેણે ખૂબ મોટી ભૂમિકા ભજવી છે અને ઘણું યોગદાન આપ્યું છે. તે મોટો ભાઈ છે તેથી અમારી ખૂબ લડાઈ થાય છે. એક ગીત પર અમારો એટલો ઝઘડો થયો કે હું લગભગ સ્ટુડિયો છોડી દેવાનો હતો. " પરંતુ પછી દિગ્દર્શક લવ રંજને કહ્યું  હું અહીંથી જાઉં છું  તમે બંને મને આ ગીત આપો." પછી મેં ગુસ્સામાં ગાયું. "અમાલ તે કરી શકે છે જે બીજું કોઈ મારી સાથે કરી શકતું નથી, જેથી હું મારું શ્રેષ્ઠ આપી શકું."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget