શોધખોળ કરો
અમિતાભ બચ્ચને ફેન્સને આપી સ્વતંત્રતા દિનની શુભેચ્છા, ડૉક્ટર્સને કર્યું સેલ્યૂટ
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને 15 ઓગસ્ટે આઝાદીના પર્વ પર ડૉક્ટર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને ખાસ અંદાજમાં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે અને તેમને સેલ્યૂટ કર્યું છે.
![અમિતાભ બચ્ચને ફેન્સને આપી સ્વતંત્રતા દિનની શુભેચ્છા, ડૉક્ટર્સને કર્યું સેલ્યૂટ independence day2020 amitabh bachchan salutes doctors healthcare workers અમિતાભ બચ્ચને ફેન્સને આપી સ્વતંત્રતા દિનની શુભેચ્છા, ડૉક્ટર્સને કર્યું સેલ્યૂટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/15181315/bog-b-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. પરંતુ કોરોના વાયરસ મહામારીએ ઉજવણીમાં વિક્ષેપ પાડ્યો છે. દેશ કોરોના સામે લડવા તમામ ઉપાયો કરી રહ્યો છે. ડૉક્ટર્સ અને ફ્રન્ટ લાઈન વર્કર્સ મહામારીથી લોકોને બચાવવાનું કામ કરી રહ્યાં છે. એવામાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને 15 ઓગસ્ટે આઝાદીના પર્વ પર ડૉક્ટર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને ખાસ અંદાજમાં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે અને તેમને સેલ્યૂટ કર્યું છે.
બીગ બીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને લખ્યું કે, “કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડી રહેલા સાચા વૉરિયર્સને ... સેલ્યૂટ અને સ્વતંત્રતા દિવસના અવસર પર શાંતિ, સૌહાર્દ અને બંધુત્વ માટે શુભકામનાઓ. ”
ઉલ્લેખનીય છે કે, જયા બચ્ચન સિવાય બચ્ચન પરિવારના તમામ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતા. અમિતાભ અને અભિષેક લગભગ એક મહિના સુધી લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા. બચ્ચન હાલ સંપૂર્ણ સ્વસ્થ છે અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)