શોધખોળ કરો
Advertisement
કયા સુપરસ્ટારની ફિલ્મ પર ભારતીય વાયુસેના ભડકી, ને ટ્વીટ કરીને તાત્કાલિક ધોરણે શું કરવા કહ્યું, જાણો વિગતે
ખરેખરમાં 'AK vs AK'માં જે અધિકારીએને દર્શાવવામાં આવ્યો છે, તેના પર વાયુસેનાએ આપત્તિ દર્શાવી છે. ભારતીય વાયુસેના તરફથી એક ટ્વીટ કરીને કહેવામાં આવ્યુ છે કે આ રીતના સીનને તાત્કાલિક ધોરણે હટાવી લેવુ જોઇએ
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ સુપરસ્ટાર અભિનેતા અનિલ કપૂરની Netflixની ફિલ્મ 'AK vs AK' પર ગુસ્સે ભરાઇ છે. ખરેખરમાં 'AK vs AK'માં જે અધિકારીએને દર્શાવવામાં આવ્યો છે, તેના પર વાયુસેનાએ આપત્તિ દર્શાવી છે. ભારતીય વાયુસેના તરફથી એક ટ્વીટ કરીને કહેવામાં આવ્યુ છે કે આ રીતના સીનને તાત્કાલિક ધોરણે હટાવી લેવુ જોઇએ.
અનિલ કપૂરે સોમવારે ટ્વીટ કરીને અનુરાગ કશ્યપની સાથે પોતાની નેટફ્લિક્સની ફિલ્મ 'AK vs AK'નુ ટ્રેલર શેર કર્યુ હતુ. તેમના આ વીડિયોને રીટ્વીટ કરતા ભારતીય વાયુસેનાએ સખત આપત્તિ દર્શાવી છે. આઇએએફે આ સીન પર આપત્તિ દર્શાવી છે અને સંબંધિત સીનને હટાવવાની માંગ કરી છે.
'AK vs AK' ફિલ્મમાં અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરના કેટલાક સીનમાં અનિલ કપૂર વાયુ સેનાની વર્દી પહેરાલો દેખાઇ રહ્યો છે. આ સીને પર આપત્તિ દર્શાવતા વાયુસેનાએ ટ્રેલરને રિટ્વીટ કરતા લખ્યુ કે ભારતીય વાયુસેનાની વર્દીનો આ વીડિયોમાં ખોટી રીતે ઉપયોગ થયો છે, સાથે જે ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે પણ અનુચિત છે. આ સૈન્ય દળોનો અસલ વ્યવહારને પ્રદર્શિત નથી કરતુ. સેના સાથે જોડાયેલા આ સીન આ ફિલ્મમાંથી તાત્કાલિક ધોરણે હટાવવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે 'AK vs AK'ને વિક્રમાદિત્ય મોટવાનેએ નિર્દેશિત કરી છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે રિલીઝ થશે. કૉમેન્ટ કરીને આના પર લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement