અભિનેતાને એકલા મળવાનો કર્યો ઈનકાર, તો ફિલ્મમાંથી બહાર કરી....આ અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે ધમાકેદાર શરૂઆત કરી હતી, પરંતુ પછી તેઓ ગુમનામીના અંધકારમાં ચાલ્યા ગયા. આ સ્ટાર્સમાંથી એક છે ઈશા કોપીકર.
મુંબઈ: કોઈપણ સ્ટાર માટે ગ્લેમરની દુનિયામાં પોતાનું સ્થાન બનાવવું સરળ નથી. ઉતાર-ચઢાવ, રિજેક્શન, નિષ્ફળતા સહિત અનેક બાબતોનો સામનો કરીને જે ટકી રહે છે તે નામ કમાય છે, પરંતુ જે ટકી શકતા નથી તે ગુમનામીના અંધારામાં ખોવાઈ જાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે ધમાકેદાર શરૂઆત કરી હતી, પરંતુ પછી તેઓ ગુમનામીના અંધકારમાં ચાલ્યા ગયા. આ સ્ટાર્સમાંથી એક છે ઈશા કોપીકર. ઈશા કોપીકરે 'કાંટે' 'દિલ કા રિશ્તા' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આજે ઈશા ફિલ્મોની દુનિયામાં એટલી જાણીતી નથી. તાજેતરમાં, અભિનેત્રીએ આ વિશે ખુલીને વાત કરી છે. ઈશા(Isha Koppikar )એ નેપોટિઝમ પર પણ નિવેદન આપ્યું છે.
બોમ્બે ટાઈમ્સ સાથેની વાતચીતમાં ઈશાએ કહ્યું, 'હું કોઈ મૂર્ખ છોકરી નથી, તેના કારણે મેં ઘણા પ્રોજેક્ટ ગુમાવ્યા. હું અહીં કામ માટે આવી છું જો હું તમને પસંદ કરું છુ તો હું તમારી સાથે વાત કરીશ, પરંતુ જો તમે મારી સાથે પંગો લેશો તો તમને ગુડ લક. આ ચક્કરમાં મારા હાથમાંથી ઘણા પ્રોજેક્ટ નીકળી ગયા. મારા આ વલણને કારણે, પણ મને તેનો અફસોસ નથી. કોઈ તમને કંઈ કરવા માટે દબાણ કરી શકે નહીં, આ મારી મરજી છે કે હું તમારી ફિલ્મનો ભાગ બનુ કે નહીં?'
'અહીં કેટલાક જૂથો છે અને ભાઈ-ભત્રીજાવાદ ચાલે છે. 2000 ના દાયકાની શરૂઆતમાં, મારે એક મોટો પ્રોજેક્ટ કરવાનો હતો, પરંતુ એક જૂની અભિનેત્રીએ થોડા ફોન કર્યા અને તેની પુત્રીને રોલ મળ્યો. 2000 ની મધ્યમાં, એક પ્રખ્યાત નિર્માતાએ મને ફોન કર્યો અને કહ્યું કે તમારે હીરોની ગુડબુકમાં રહેવું પડશે. મને ખબર ન હતી કે તેનો મતલબ શું છે. તેથી, મે અભિનેતાને ફોન કર્યો, જેમણે મને એકલા મળવા માટે કહ્યું. આ સમયે, તેમના પર કેટલાક આરોપો લગાવવામાં આવી રહ્યા હતા એટલે એમણે મને મારા સ્ટાફને છોડીને તેમને મળવાનુ કહ્યું. મે નિર્માતાને ફોન કર્યો અને કહ્યું હું અહી મારી પ્રતિભા અને લુકની કારણે છુ અને જો તેનાથી મને સારુ કામ મળી શકે છે, તો તે સારુ છે. ત્યારબાદ મને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી.
તમને જણાવી દઈએ કે ઈશાએ છેલ્લા કેટલાક વર્ષોમાં મરાઠી, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે ઈશા કોપ્પીકરે 1998માં આવેલી ફિલ્મ 'એક થા દિલ એક થી ધડકન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તે ડોન, એક વિવાહ ઐસા ભી, 36 ચાઈના ટાઉન, ક્યા કૂલ હૈ હમ સહિત ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળી હતી. . તેણીએ 2009 થી હોટેલ બિઝનેસમેન ટીમી નારંગ સાથે લગ્ન કર્યા છે અને તેને 7 વર્ષની પુત્રી રિયાના છે.