અનન્યા પાંડેએ બોલીવુડના ક્યા સ્ટાર સાથે સીક્રેટ લોકેશન પર કરી ન્યુ યરની ઉજવણી ? ક્યારથી શરૂ થયું બંનેનું અફેર ?
બોલીવુડની યુવા અભિનેત્રીઓમાંથી એક અનન્યા પાંડેના અફેરની ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર એવી કેટલીક તસવીરો વાઇરલ થઇ રહી છે.
મુંબઇઃ બોલીવુડની યુવા અભિનેત્રીઓમાંથી એક અનન્યા પાંડેના અફેરની ચર્ચા ચાલી રહી છે. અનન્યા પાંડેનું ઈશાન ખટ્ટર સાથે અફેર હોવાની ચર્ચા છે. ન્યુ યરની પાર્ટી સાથે કરનારાં ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે એક સાથે વેકેશન એન્જોય કરી રહ્યા હોવાના અહેવાલ છે.
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે કોઈને કહ્યા વિના છાનામાનાં ગુપ્ત સ્થળે ઉપડી ગયાં છે. ઈશાન ખટ્ટર અભિનેતા શાહિદ કપૂરનો ઓરમાન ભાઈ છે. તેના પિતા રાજેશ ખટ્ટરે શાહિદની માતા નીલિમા અઝીઝ સાથે લગ્ન કર્યાં છે. શાહિદના પિતા પંકજ કપૂર છે.
સોશિયલ મીડિયા પર એવી કેટલીક તસવીરો વાઇરલ થઇ રહી છે, જે જોઇને અંદાજ લગાવી શકાય કે, ઇશાન અને અનન્યા એક સિક્રેટ વેકેશન એક સાથે એન્જોય કરી રહ્યા છે. ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી એક સાથે બધાંથી દબર રહીને કરી છે.
ગુરુવારે રાતે અનન્યાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર રણથંભોર નેશનલ પાર્કમાં-પ્રકૃતિની ગોદમાં એન્જોય કરતા હોય એવી એક તસવીર શેર કરી હતી. આ પછી થોડા જ કલાકોમાં તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તારાથી ભરેલાં આકાશની એક મનોરમ્ય તસવીર શેર કરી હતી.
શુક્રવારે જ ઇશાને પોતાના ન્યુ યર વેકેશનની એક ઝલક આપતી તસવીર પણ શેર કરી હતી. તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેણે અન્ય એક પોસ્ટ ગુરુવારે રાતે પોસ્ટ કરી હતી. પહેલી તસવીર ઇશાન આનંદ લેતો નજરે પડે છે. બીજી તસવીર તારાથી ભરેલાં આકાશની હતી, જે અનન્યાએ શેર કરી હતી.
અનન્યા અને ઇશાને ૨૦૨૦માં 'ખાલીપીલી' ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શુટિંગ વેળા જ બંને વચ્ચે કોઇ કનેકશન હોવાની વાતો હવામાં ઉડવા લાગી હતી. એ ફિલ્મ રિલિઝ થયાને લાંબો સમય વિતી ગયો હોવા છતાં બંને અત્યારે પણ એકસાથે નજરે પડી રહ્યા છે
આ પણ વાંચો..........
CDS Bipin Rawat : બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશનું શું છે કારણ, સામે આવી મોટી જાણકારી
IPO 2022: આ વર્ષે આવશે અનેક આઇપીઓ, જાણો શું કહે છે એક્સપર્ટ
વર્ષ 2022માં આ રાશિના લોકો પર શનિ દેવની રહેશે કૃપા
UPI Payment: ઇન્ટરનેટ વિના કેવી રીતે કરશો UPIથી પૈસા ટ્રાન્સફર, આ છે આખી પ્રક્રિયા