શોધખોળ કરો

Jawan Trailer Out: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટ્રેલર રીલિઝ, એક્શન અને મનોરંજનથી છે ભરપૂર

Jawan Trailer Launch:ફિલ્મ સાત સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે

Jawan Trailer Launch: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'જવાન'નું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. ફિલ્મ સાત સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે. આ ફિલ્મ વિશ્વભરમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ દક્ષિણની અભિનેત્રી નયનતારા સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ સિવાય 'જવાન'માં સાન્યા મલ્હોત્રા, વિજય સેતુપતિ, પ્રિયમણી અને રિદ્ધિ ડોગરા પણ મહત્વના રોલમાં જોવા મળશે. દીપિકા પાદુકોણ પણ ખાસ કેમિયોમાં જોવા મળશે.

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું આ 2 મિનિટ 45 સેકન્ડનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે. ટ્રેલરની શરૂઆતમાં શાહરૂખ ખાન એક રાજાની વાર્તા સંભળાવે છે. જે એક પછી એક યુદ્ધ હારી રહ્યો હતો. ભૂખ્યો અને તરસ્યો જંગલમાં ફરતો હતો અને ખૂબ ગુસ્સામાં હતો.

આ પછી 'જવાન'નું ટ્રેલર શાહરૂખ ખાનના વિલન પાત્રથી શરૂ થાય છે, જે મુંબઈમાં મેટ્રોને હાઈજેક કરે છે. શાહરૂખ ખાનનું આ ખતરનાક પાત્ર તમને સંપૂર્ણ રીતે ડરાવી દેશે

ફિલ્મ ‘જવાન’ની વાત કરીએ તો તે 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. થોડા સમય પહેલા શાહરૂખે જવાનનો પ્રિવ્યૂ શેર કર્યો હતો જેમાં તે અલગ-અલગ અવતારમાં જોવા મળ્યો હતો. આ સાથે ચાહકોને દીપિકા પાદુકોણની એક ઝલક પણ જોવા મળી.

શાહરૂખ 5 અલગ-અલગ લુકમાં જોવા મળશે

ફિલ્મ ‘જવાન’માં શાહરૂખના લુક પર ઘણું કામ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તે 5 અલગ-અલગ લુકમાં જોવા મળશે. તેના પાંચેય લુક જાહેર થઈ ગયા છે. જે બાદ ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે.

એડવાન્સ બુકિંગમાં અનેક રેકોર્ડ તૂટી ગયા

ફિલ્મ ‘જવાન’નું એડવાન્સ બુકિંગ ભારતમાં હજુ શરૂ થયું નથી પરંતુ વિદેશમાં બુકિંગ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધીમાં ફિલ્મની લાખો ટિકિટો વેચાઈ ચૂકી છે. જેને જોઈને કહી શકાય કે ફિલ્મ ઓપનિંગ ડે પર જ ઘણી કમાણી કરશે. ચાહકો હવે ભારતમાં ઓપનિંગની રાહ જોઈ રહ્યા છે.              

ફિલ્મ ‘જવાન’નું દિગ્દર્શન એટલી કુમારે કર્યું છે. ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જેમાં દીપિકા પાદુકોણનો કેમિયો છે. દીપિકાની એક ઝલક જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

Embed widget