શોધખોળ કરો
કાજલ અગ્રવાલે ગૌતમ કિચલુ સાથે કર્યા લગ્ન, પ્રથમ તસવીર આવી સામે
કાજલ અગ્રવાલ પોતાના બોયફ્રેન્ડ ગૌતમ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે 30 ઓક્ટોબરે ગૌતમ કિચલુ સાથે લગ્ન કરી લીધા છે.

બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ કાજલ અગ્રવાલે પોતાના બોયફ્રેન્ડ ગૌતમ કિચલૂ સાથે આજે મુંબઈમાં લગ્ન કરી લીધા છે. બન્નેના લગ્ન મુંબઈની એક હોટેલમાં કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીના કારણે માત્ર પરિવાર અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાજલના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. થોડા સમય પહેલા જ કાજલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તે બિઝનેસમેન ગૌતમને પોતાનો જીવન સાથી બનાવવા જઈ રહી છે.
ગૌતમની વાત કરીએ તો તે મુંબઈ બેઝ્ડ બિઝનેસમેન છે. ગૌતમ ઈન્ટીરિયર ડિઝાઈનર છે અને ઈ કોમર્સ પ્લેટફોર્મ Discern Living નો માલિક પણ છે. તે એક સ્પોર્ટ્સપર્સન પણ છે.
35 વર્ષીય કાજલે હિંદી ફિલ્મમાં ‘ક્યો હો ગયા ન’થી ડેબ્યુ કર્યું હતું. તેમાં તેનો ખૂબજ નાનકડો રોલ હતો. 2011માં અજય દેવગન સાથે સિંઘમ ફિલ્મમાં નજર આવી હતી. જેના બાદ તેને સિંઘમ ગર્લ તરીકે પણ બોલાવવામાં આવતી.
ગૌતમની વાત કરીએ તો તે મુંબઈ બેઝ્ડ બિઝનેસમેન છે. ગૌતમ ઈન્ટીરિયર ડિઝાઈનર છે અને ઈ કોમર્સ પ્લેટફોર્મ Discern Living નો માલિક પણ છે. તે એક સ્પોર્ટ્સપર્સન પણ છે.
35 વર્ષીય કાજલે હિંદી ફિલ્મમાં ‘ક્યો હો ગયા ન’થી ડેબ્યુ કર્યું હતું. તેમાં તેનો ખૂબજ નાનકડો રોલ હતો. 2011માં અજય દેવગન સાથે સિંઘમ ફિલ્મમાં નજર આવી હતી. જેના બાદ તેને સિંઘમ ગર્લ તરીકે પણ બોલાવવામાં આવતી. વધુ વાંચો





















