શોધખોળ કરો

Kalki 2898 AD Trailer 2 Out: ‘કલ્કી 2898 એડી’ નું બીજુ ટ્રેલર રિલીઝ, અમિતાભ અને પ્રભાસ વચ્ચે જોવા મળી જંગ

Kalki 2898 AD: લોકો 'કલ્કિ 2898 એડી'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે મેકર્સે આ ફિલ્મનું બીજું ટ્રેલર પણ રિલીઝ કર્યું છે. જેણે ચાહકોની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચાડી દીધી છે.

Kalki 2898 AD Second Trailer Out: ‘કલ્કી 2898 એડી’ એ વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. પોસ્ટરથી લઈને ટ્રેલર સુધી અને પછી મોટા બજેટ અને મોટી સ્ટાર કાસ્ટ સાથેની આ ફિલ્મની પ્રી-રીલીઝ ઈવેન્ટે 'કલ્કી 2898 એડી'ને લઈને ભારે ક્રેઝ ઉભો કર્યો છે. આ બધાની વચ્ચે હવે મેકર્સે 'કલ્કી 2898 એડી'નું બીજું ટ્રેલર રિલીઝ કરીને ચાહકોની ઉત્તેજના વધારી દીધી છે. બીજા ટ્રેલરમાં, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રભાસ અને કમલ હાસનના પાત્રોને વધુ વિગતવાર બતાવવામાં આવ્યા છે. બે મિનિટથી વધુ લાંબુ ટ્રેલર કલ્કીની દુનિયા અને તેના પ્લાોંટને ઉજાગર કરે છે.

'કલ્કી 2898 એડી'નું બીજું ટ્રેલર રિલીઝ
'કલ્કી 2898 એડી'નું બીજું ટ્રેલર અમિતાભ બચ્ચનના પાત્ર અશ્વત્થામાથી શરૂ થાય છે, જે દીપિકા પાદુકોણના પાત્રને દુશ્મનોથી બચાવતા જોવા મળે છે અને કહે છે, “સમગ્ર સૃષ્ટિ ભગવાનની અંદર રહે છે અને ભગવાન પોતે તમારી અંદર છે. આ પછી, દીપિકા સહિત અન્ય પાત્રો નાના સંવાદો સાથે જુદા જુદા દ્રશ્યોમાં જોવા મળે છે.

ટ્રેલરમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચન વચ્ચેની લડાઈ પણ બતાવવામાં આવી છે. ઘણા દ્રશ્યો પછી, કમલ હાસનના પાત્રનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. કમલ હાસનને ઓળખવો મુશ્કેલ છે. તેઓ કહે છે, "પેઢીઓ સુધી ફેલાયેલી અનંત તકો હોવા છતાં, માણસ ન તો બદલાયો છે અને ન બદલાશે." એકંદરે બીજા ટ્રેલરમાં કલ્કીની દુનિયાની ઝલક આપવામાં આવી છે. 2 મિનિટ 22 સેકન્ડના આ ટ્રેલર પછી લાગે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દેશે.

'કલ્કી 2898 એડી'ના ટ્રેલર 1 ને પણ દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો
નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ફિલ્મનું ટ્રેલર 1 ગયા અઠવાડિયે રિલીઝ થયું હતું. જેમાં એવી ઝલક જોવા મળી હતી કે ફિલ્મનો વિલન દીપિકા પાદુકોણના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો જીવ લેવા માંગે છે. ભૈરવના રોલમાં પ્રભાસને દીપિકાના પાત્રને શોધીને તેને પરત લાવવાની જવાબદારી મળે છે, જ્યારે અશ્વત્થામાની ભૂમિકામાં અમિતાભ બચ્ચન દીપિકાની ઢાલ બને છે. તમને જણાવી દઈએ કે ટ્રેલર 1 ને પણ દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

'કલ્કી 2898 એડી' ક્યારે રિલીઝ થશે?
વૈજયંતી મૂવીઝ બેનરની 'કલ્કી 2898 એડી' એક જંગી બજેટમાં બનેલી ફિલ્મ હોવાનું કહેવાય છે. આ ફિલ્મ 600 કરોડ રૂપિયાના ખર્ચે બની છે અને આ સાથે આ દેશની સૌથી મોંઘી ફિલ્મ બની ગઈ છે. 'કલ્કિ 2898 એડી'ને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. આ ફિલ્મ વિશ્વભરમાં 27 જૂને પાંચ ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને અંગ્રેજીમાં રિલીઝ થશે. ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન, દિશા પટણી સહિત ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Maharashtra Politics: ભાજપ સાથે 'દગો'? શિંદે અને રાજ ઠાકરે વચ્ચે રંધાઈ મોટી ખીચડી, ઉદ્ધવ જોતા રહ્યા
Maharashtra Politics: ભાજપ સાથે 'દગો'? શિંદે અને રાજ ઠાકરે વચ્ચે રંધાઈ મોટી ખીચડી, ઉદ્ધવ જોતા રહ્યા
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
ટેરીફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પને ડબલ ઝટકો, 27 દેશો ભારત સાથે કરશે મેગા ડિલ, ગ્રીનલેન્ડ મુદ્દે બઘડાટી
ટેરીફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પને ડબલ ઝટકો, 27 દેશો ભારત સાથે કરશે મેગા ડિલ, ગ્રીનલેન્ડ મુદ્દે બઘડાટી
US Trade War: ટ્રમ્પની ટેરિફ બાજી ઉંધી પડી! ભારતે રસ્તો બદલી આ દેશો સાથે મિલાવ્યો હાથ, જુઓ લિસ્ટ
US Trade War: ટ્રમ્પની ટેરિફ બાજી ઉંધી પડી! ભારતે રસ્તો બદલી આ દેશો સાથે મિલાવ્યો હાથ, જુઓ લિસ્ટ
Embed widget