શોધખોળ કરો
Advertisement
મુંબઇ છોડતા પહેલા કંગનાએ ફરી એકવાર ઉદ્વવ સરકારને ઝાટકી, લગાવ્યો લોકતંત્રના ચીરહરણનો આરોપ
કંગનાએ કવિતા લખીને એક ટ્વીટ કર્યુ છે. જેમાં તેને પોતાના પર થયેલા અત્યાચાર પર વાત કહી છે. તેને પોતાના ટ્વીટમાં એ સ્પષ્ટ રીતે લખ્યુ છે કે એક મહિલા સાથે આ રીતનો વ્યવહાર કરીને પાર્ટી પોતાની જ ઇમેજ ખરાબ કરી રહી છે
મુંબઇઃ કંગના રનૌતે મુંબઇથી પાછી મનાલી રવાના થઇ ચૂકી છે. જતા જતા તેને મહારાષ્ટ્ર સરકાર-શિવસેના પર કટાક્ષ કર્યો છે. કંગનાએ કવિતા લખીને એક ટ્વીટ કર્યુ છે. જેમાં તેને પોતાના પર થયેલા અત્યાચાર પર વાત કહી છે. તેને પોતાના ટ્વીટમાં એ સ્પષ્ટ રીતે લખ્યુ છે કે એક મહિલા સાથે આ રીતનો વ્યવહાર કરીને પાર્ટી પોતાની જ ઇમેજ ખરાબ કરી રહી છે.
કંગનાએ લખ્યું- જ્યારે રક્ષક જ ભક્ષક જાહેરાત કરી રહ્યાં હોય, મગર બનીને લોકતંત્રની ચીરહરણ કરી રહ્યાં છે, મને કમજોર સમજીને બહુ જ મોટી ભૂલ કરી રહ્યાં છે, એક મહિલાને ડરાવીને નીચુ બતાવીને, પોતાની ઇમેજને ધોઇ રહ્યા છે. થોડીક કડીઓમાં કંગનાએ તેની સાથે થયેલા દૂર્વ્યવહારને ઉલ્લેખ કરીને ઉદ્વવ સરકારને ઝાટકી છે.
આ ઉપરાંત કંગનાએ એ પણ લખ્યું- તે ભારે મનથી મુંબઇ છોડી રહી છે. કંગનાએ ટ્વીટમાં લખ્યું- ભારે મનથી મુંબઇમાંથી જઇ રહી છુ, જે રીતે મને આજકાલ હુમલાઓથી આતંકીત કરવામાં આવી, ગાળો આપવામાં આવી, મારી ઓફિસ બાદ મારા ઘરને તોડવાની કોશિશ કરવામાં આવી, મારી ચારેય બાજુ ઘાતક હથિયારોની સુરક્ષા અને સતર્કતા. કહેવુ પડશે કે પીઓકે મારી વાત સાચી નીકળી.
ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત અને ઉદ્વવ સરકાર વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યુ હતુ, બાદમાં તેને સરકારે એક્શનમાં લીધુ, અને કંગનાની ઓફિસ તોડી પાડી હતી. શિવસેના નેતા સંજય રાઉત અને કંગના વચ્ચેની લડાઇએ હવે મહારાષ્ટ્રમાં રાજકીય રંગ પકડી લીધો છે. સરકારની લોકો નિંદા કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement