શોધખોળ કરો
Advertisement
કંગનાની ઉદ્વવ સરકારને સીધી ચેલેન્જ, બોલી- મારી પીઠ પાછળ ઘા કરાયો છે પણ...
અભિનેત્રી કંગના રનૌતે ઉદ્વવ ઠાકરેને સીધી ચેલેન્જ આપી છે, અને સાથે સાથે તેને કરણ જોહરને પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતની ઓફિસમાં બીએમસીએ ગઇકારે ગેરકાયદે દબાણ હોવાનુ કહીને તોડફોડ કરી હતી. આ ઘટના બાદ બીએમસી, શિવસેના અને મહારાષ્ટ્ર સરકારની ખુબ નિંદા થઇ હતી. લોકો આ ઘટનાને બદલાની કાર્યવાહી તરીકે જોઇ રહ્યાં છે. વળી કંગનાએ પણ મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે પર આક્રમક રીતે નિશાન તાક્યુ હતુ. આ મામલે બૉલીવુડમાંથી કોઇ પ્રતિક્રિયા ના આવવા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.
કંગનાએ ટ્વીટર પર ફરી એકવાર શિવસેના અને મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંક્યો છે. તેને લખ્યું- તેની પીઠ પાછળ ઘા કરવામાં આવ્યો છે, હવે તે મુંબઇમાં છે. સામે આવીને વાર કરો. નૉટિસ આપો. તેને ટ્વીટમાં લખ્યું- હું મુંબઇમાં છુ, મારા ઘરમાં છુ, મારા પર ઘા પણ થયો તો પીઠ પાછળ, જ્યારે હુ ફ્લાઇટમાં હતી, સામે નૉટિસ આપવાની કે વાર કરવાની હિંમત નથી, મારા દુશ્મનોમાં આ જાણીને સારુ લાગ્યું, ઘણા લોકો મને પહોંચાડવામાં આવેલી હાનિથી દુઃખી છે, અને તેમના આશીર્વાદ અને સ્નેહની આભારી છું.
અભિનેત્રી કંગના રનૌતે ઉદ્વવ ઠાકરેને સીધી ચેલેન્જ આપી છે, અને સાથે સાથે તેને કરણ જોહરને પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે.
કંગનાએ બીજુ એક ટ્વીટ કર્યુ, જેમાં ઉદ્વવ ઠાકરે અને કરણ જૌહરને ખુલ્લો પડકાર ફેંક્યો. તેને લખ્યું- ઉદ્વવ ઠાકરે અને કરણ જૌહર ગેન્ગ તમે મારા કામ કરવાની જગ્યા તોડી છે. હવે આવો મારુ ઘર તોડો, તે પછી મારુ મોં અને શરીર તોડો. હું ઇચ્છુ છું કે દુનિયા સ્પષ્ટ રીતે જુએ કે તમે આમ પણ શું કરી શકો છો, ભલે હુ જીવુ કે મરુ, હું તમને બેનકાબ કરીશ.
નોંધનીય છે કે, બીએમસીએ કંગનાની 48 કરોડની ઓફિસ પર બુલડૉઝર ચલાવી દીધુ, તોડફોડની તસવીરો ખુદ કંગનાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement