શોધખોળ કરો
Advertisement
અનુષ્કા અને ગાવસ્કર વચ્ચેના વિવાદમાં કંગનાએ સાધ્યું નિશાન, કહ્યું- જ્યારે મને ગાળો આપવામાં આવી ત્યારે...
આઈપીએલ મેચ દરમિયાન અનુષ્કા શર્મા અને સુનિલ ગાવસ્કર વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે કંગના રનૌત પણ કૂદી પડી છે અને અનુષ્કા પર નિશાન સાધ્યું છે.
મુંબઈ: ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે હાલમાં જ વિરાટ કોહલીના પરફોર્મન્સને લઈને અનુષ્કા શર્મા પર ટિપ્પણી કરી હતી, જેને લઈને ઘણા ટ્રોલ થઈ રહ્યાં છે. અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને ગાવસ્કરના નિવેદન પર કમેન્ટ કરી હતી. હવે આ મામલે કંગના રનૌતની પ્રતિક્રિયા આવી છે અને તેણે અનુષ્કા પર નિશાન સાધ્યું છે.
અનુષ્કાએ સુનિલ ગાવસ્કરને આકરો જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘આપ અન્ય શબ્દથી પણ મારા પતિના પરફોર્મન્સ પર નિશાન સાધી શકતા હતા. પરંતુ આપે મારું નામ વચ્ચે ઘૂસાડીને શું આ સારું કર્યું છે ? આ 2020 ચાલી રહ્યું છે, પરંતુ મારા માટે આજે પણ વસ્તુ સારી નથી થઈ. મને હંમેશા ક્રિકેટમાં ઘૂસાડવામાં આવે છે, હું આપનું સન્માન કરું છું. આપ આ રમતના દિગ્ગજ છો. હું આપને જણાવવા માંગુ છું કે, જ્યારે તમે મારું નામ લીધું ત્યારે મને કેવું લાગ્યું હશે.’
હવે કંગનાએ ટ્વીટ કરી કે, ‘અનુષ્કા શર્મા ત્યારે મૌન હતી, જ્યારે મને ધમકાવવામાં આવી અને હરામખોર કહેવામાં આવી, પરંતુ આજે જ્યારે તેવી જ મિસોજની મહિલાઓ સામે દ્વેષની તેમણે પોતે સામનો કર્યો, હું એ વાતની નિંદા કરું છે કે, સુનિલ ગાવસ્કરે તેમને આ પ્રકારે ક્રિકેટમાં ઘૂસાડી, પરંતુ માત્ર કેટલીક વસ્તુ પર ફેમિનિઝ્મ દેખાડવું પણ ઠીક નથી. ’
કંગનાએ વધુમાં લખ્યું કે, ‘અનુષ્કા શર્મા પોતાની આગામી ફિલ્મમાં એક ક્રિકેટરનો રોલ ભજવી રહી છે. જ્યારે અનેક વીડિયોમાં વિરાટ કોહલી સાથે પ્રેક્ટિસ કરતી પણ નજર આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રાઇમ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion