Kangana Ranautએ સંસદ પરિસરમાં ફિલ્મ શૂટ કરવા માંગી પરવાનગી, સામે આવ્યું મોટું અપડેટ
Kangana Ranaut Film: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે સંસદ પરિસરમાં તેની આગામી ફિલ્મના શૂટિંગ માટે લોકસભા સચિવાલય પાસે પરવાનગી માંગી છે.
Kangana Ranaut Film: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે સંસદ સંકુલની અંદર તેની આગામી ફિલ્મના શૂટિંગ માટે લોકસભા સચિવાલય પાસે પરવાનગી માંગી છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને પરવાનગી મળે તેવી કોઈ શક્યતા જોવા મળી રહી નથી. સમાચાર એજન્સી પીટીઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પીટીઆઈએ સૂત્રના આધારે જણાવ્યું કે કંગના રનૌતનો પત્ર વિચારણા હેઠળ છે, પરંતુ પરવાનગી મેળવવી એટલી સહેલી નથી.
ખાનગી સંસ્થાને શૂટ કરવાની પરવાનગી નથી
એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે કંગના રનૌતે પત્ર લખીને લોકસભા સચિવાલયને સંસદ સંકુલમાં ઈમરજન્સી પર આધારિત ફિલ્મ શૂટ કરવાની વિનંતી કરી છે. સામાન્ય રીતે ખાનગી સંસ્થાઓને સંસદ પરિસરમાં શૂટિંગ કે વીડિયોગ્રાફી કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. સૂત્રએ એમ પણ જણાવ્યું કે જો શૂટિંગ ઓફિશિયલ કે સરકારી કામ માટે થઈ રહ્યું હોય તો અલગ વાત છે. સૂત્રએ વધુમાં જણાવ્યું કે દૂરદર્શન અને સંસદ ટીવીને સંસદની અંદર કોઈપણ કાર્યક્રમ કે ઈવેન્ટનું શૂટિંગ કરવાની છૂટ છે. કોઈ ખાનગી સંસ્થાને શૂટ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. જો કે હજુ સુધી એવું ક્યારેય બન્યું નથી.
કંગના આ ફિલ્મની ડાયરેક્ટર પણ છે
જણાવી દઈએ કે ફિલ્મ ઈમરજન્સીનું શૂટિંગ આ વર્ષે જૂનમાં શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ કંગના રનૌતે લખી છે. તે તેનું દિગ્દર્શન કરી રહી છે અને તે પોતે નિર્માતા પણ છે. કંગના રનૌત ફિલ્મ ઈમરજન્સીમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા વર્ષ 1975માં આવેલી ઈમરજન્સી પર આધારિત છે. કંગના રનૌત છેલ્લે ધાકડ ફિલ્મમાં જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
કંગના કેમ ઈમરજન્સી ફિલ્મ બનાવી રહી છે
કંગના રનૌતે એક નિવેદનમાં કહ્યું હતું કે, "ભારતીય રાજકીય ઈતિહાસમાં ઈમરજન્સી સૌથી મહત્વપૂર્ણ સમયગાળામાંથી એક છે. જેણે સત્તા તરફ જોવાની અમારી રીત બદલી નાખી અને તેથી મેં આ વાર્તા બતાવવાનું નક્કી કર્યું." દેશમાં 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી કટોકટી લાગુ હતી. 21 મહિનાના આ સમયગાળા દરમિયાન લોકોના મૂળભૂત અધિકારો પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. કટોકટી પછીની લોકસભાની ચૂંટણીમાં 1947માં ભારતની આઝાદી પછી પહેલીવાર કોંગ્રેસનો પરાજય થયો હતો.