શોધખોળ કરો
Advertisement
બૉલીવુડની હૉટ એક્ટ્રેસના ઘરની બહાર અડધી રાત્રે થયુ ધડાધડ ફાયરિંગ, ઘટના અંગે એક્ટ્રેસે શું લગાવ્યો આરોપ
ફાયરિંગ જેવો અવાજ આવતા બાદમાં એક્ટ્રેસના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઘટના કંગનાના મનાલી સ્થિત ઘરના બહાર ઘટી હતી
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતની ઘરની બહાર ગઇરાત્રે એક આશ્ચર્ચજનક ઘટના ઘટી, ઘરના બહાર ફાયરિંગનો અવાજ સંભળાતા એક્ટ્રેસ સહિત તમામ લોકો ગભરાઇ ગયા હતા. ફાયરિંગ જેવો અવાજ આવતા બાદમાં એક્ટ્રેસના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઘટના કંગનાના મનાલી સ્થિત ઘરના બહાર ઘટી હતી.
સમાચાર એજન્સી પીટીઆઇ દ્વારા ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લૉકડાઉના કારણે હાલ કંગના પોતાના મનાલી સ્થિત ઘરે રહી રહી છે. આ ઘટના અંગે કંગના રનૌતે કહ્યું છે કે તેને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં કંગનાની સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. કુલ્લુ જિલ્લા પોલીસ કંગનાના ઘરે પહોંચી હતી.
શુક્રવારે રાત્રે કંગનાના ઘર નજીક ગોળીબારનો અવાજ સંભળાયો હતો. જો કે આ કેસમાં પોલીસને હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. કંગનાનું માનવું છે કે આ બધું કાવતરું તેને ડરાવવા માટે કરવામાં આવી રહ્યું છે. કારણ કે તે સુશાંત સિંહ કેસમાં ઘણું બોલી રહી છે. આવી સ્થિતિમાં પોલીસે આ કેસની તપાસ કરતી વખતે અભિનેત્રીના ઘરની આસપાસ પોલીસની ટીમ ગોઠવી દીધી છે.
કંગનાએ વાત કરી હતી કે, હું રાત્રે 11.30 વાગ્યે મારા રૂમમાં હતી. અમારા ત્રણ માળ છે. મારા ઘરની બહાર બાઉન્ડ્રી વોલ છે. તેની પાછળ સફરજનના બગીચા અને પાણીની નિકાલ સિસ્ટમ છે. મેં ત્યાંથી અચાનક ફટાકટા અને ગોળીબારનો અવાજ સાંભળ્યો. પહેલા મેં વિચાર્યું કે આ ફટાકડા હશે. પરંતુ આ પછી બીજો શોટ આવ્યો. પછી જ મને સમજાયું કે તે શોટગન છે. અત્યારે મનાલીમાં અહીં કોઈ પર્યટનની મોસમ નથી કે પછી કશું એવું નથી કે કોઈ ફટાકડા ફોડે.
આ પછી મેં મારી સુરક્ષા બોલાવી અને પૂછ્યું. મેં કહ્યું શું થયું, તો તેઓએ કહ્યું કે એવું લાગે છે કે ત્યાં બાળકો હશે. શક્ય છે કે સિક્યોરિટીએ બુલેટનો અવાજ કદી સાંભળ્યો ન હોય તો ઓળખી ન શકે. પણ મેં સાંભળ્યું છે. તેણે વિચાર્યું કે કદાચ કોઈએ દાદાગીરી કરી છે. જો કે હું બહાર ગઈ અને આજુબાજુ જોયું પણ ત્યાં કોઈ નહોતું. હવે અમે અહીં 5 લોકો છીએ. મારી સાથે છે તેણે પણ ગોળીનો અવાજ સાંભળ્યો છે. તે અવાજ ફટાકડા જેવો નહોતો. તેથી અમે પોલીસને ફોન કર્યો અને બોલાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement