Dhaakad On OTT: બોક્સ ઓફિસ પર ફ્લોપ થયા બાદ કંગનાની ફિલ્મ 'ધાકડ' આ OTT પ્લેટફોર્મ પર રીલીઝ થશે
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ' 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
Dhaakad On Zee5: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ' 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. કંગના રનૌતે આ ફિલ્મના એક્શન દ્રશ્યો શેર કરતી વખતે ઘણી વાતો કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મમાં કંગનાએ હોલીવુડની ટક્કરના એક્શન સીન કર્યા છે. જો કે, કંગનાની આ 'ધાકડ' ફિલ્મ ધાકડ સાબિત ના થઈ હતી બોક્સ ઓફિસ પર બહુ ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી.
રિલીઝ પહેલાં 'ધાકડ'ને લઈને એટલી બધી ચર્ચા હતી કે આ ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી કરશે એવું માનવામાં આવતું હતું. પરંતુ જ્યારે 'ધાકડ' રીલિઝ થઈ ત્યારે થયું તેનાથી બિલકુલ ઊલટું થયું હતું. રેકોર્ડબ્રેક કમાણીને બાજુ પર રાખો, આ ફિલ્મ માંડ 2.58 કરોડનો બિઝનેસ કરી શકી અને અંતે તેને થિયેટરમાંથી હટાવી દેવામાં આવી હતી.
હવે થિયેટરની સ્ક્રીન પર ખરાબ રીતે પીટાયા બાદ આ ફિલ્મ OTT પર રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર પીટાયા બાદ હવે 'ધાકડ'ને Zee5નું સમર્થન મળ્યું છે. આ ફિલ્મ હવે 1 જુલાઈના રોજ Zee5 પર રિલીઝ થશે. Zee5ના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેની સાથે આ માહિતી આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, 85 કરોડના મોટા બજેટમાં બનેલી 'ધાકડ'ને કારણે ફિલ્મ મેકર્સને ઘણું નુકસાન થયું છે. ચાહકોને કંગના રનૌત અભિનીત ધાકડ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ આ ફિલ્મ તેની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. કંગનાની ધાકડ બોક્સ ઓફિસ પર વર્ષની સૌથી ખરાબ પ્રદર્શન કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ. 85 કરોડના બજેટ સામે ફિલ્મ 2.58 કરોડ રુપિયાનો વકરો કરી શકી હતી.
View this post on Instagram