Kartik Aaryanને બર્થડે પર મળી જોરદાર સરપ્રાઈઝ, એકટર થયો ભાવુક
Kartik Aaryan: કાર્તિક આર્યન આજે જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. જો કે ગત રાત્રે પણ તેણે તેના મમ્મી પપ્પા સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. એકટરે જણાવ્યું કે તેને તેના માતા પિતા પાસેથી જોરદાર સરપ્રાઈઝ મળી
Kartik Aaryan Birthday: બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન આજે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ભૂલ- ભુલૈયા 2ના અભિનેતાને બોલિવૂડનો ધમાકા બોય, ચોકલેટ બોય અને લવર બોય કહેવામાં આવે છે. તેની ડેશિંગ પર્સનાલીટી અને કિલર સ્માઈલથી લાખો લોકો તેના પર ફિદા છે. ગઈકાલે રાત્રે તેણે તેના માતા-પિતા સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. તેને તેના માતા-પિતા તરફથી પણ સરપ્રાઈઝ મળી હતી.
કાર્તિકને માતા-પિતાએ આપી સરપ્રાઈઝ
બર્થડે બોય કાર્તિકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પરિવાર સાથે જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી છે. તસવીરોમાં કાર્તિકના જન્મદિવસ માટેના રૂમને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યો છે. કાર્તિકની સામે 'હેપ્પી બર્થ ડે કોકી' લખેલી કેક મૂકવામાં આવી છે. જ્યારે તે કેક કાપી રહ્યો હતો ત્યારે તેનો ડોગી કટોરી પણ તેની બાજુમાં બેઠો જોવા મળે છે. આગળના ફોટામાં તે તેના માતા-પિતા સાથે પોઝ આપતો જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા કાર્તિકે લખ્યું, "દરેક જન્મમાં હું તમારી કોકી તરીકે જન્મ લેવા માંગુ છું. જન્મદિવસના આ સુંદર સરપ્રાઈઝ માટે મમ્મી-પપ્પા, કટોરી અને કીકીનો આભાર."
View this post on Instagram
સેલેબ્સે પાઠવી શુભકામના
'લવ આજ કલ' અભિનેતાએ ફોટો શેર કરતાની સાથે જ સેલેબ્સ અને ચાહકોએ તેને તેના જન્મદિવસ પર શુભેચ્છાઓ આપવાનું શરૂ કરી દીધું છે. અભિનેત્રી કૃતિ સેનને કોમેન્ટમાં લખ્યું, "હેપ્પી બર્થડે બંટુ , મારી પાસે તમારા માટે શ્રેષ્ઠ ભેટ છે.સાથે રહો!" કૃતિની "તમારા માટે શ્રેષ્ઠ ભેટ". કૃતિની ટિપ્પણી સૂચવે છે કે 'શહેજાદા'ના નિર્માતા અભિનેતાના જન્મદિવસ પર ફિલ્મનું અપડેટ, પોસ્ટર અથવા ટૂંકું ટીઝર રિલીઝ કરી શકે છે. રોહિત ધવન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કૃતિ અને કાર્તિક સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે. જોકે મેકર્સ તરફથી હજુ સત્તાવાર પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે. આયુષ્માન ખુરાના, મનીષ મલ્હોત્રાએ પણ કાર્તિકને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
કાર્તિકનું વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો કાર્તિક હાલમાં કિયારા અડવાણી સાથે તેની આગામી મ્યુઝિકલ રોમેન્ટિક ગાથા ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' માટે શૂટિંગ કરી રહ્યો છે. સમીર વિધ્વાંસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 29 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ઉપરાંત કાર્તિક ફિલ્મ નિર્માતા એકતા કપૂરની આગામી રોમેન્ટિક થ્રિલર ફિલ્મ 'ફ્રેડી'માં અલાયા એફની સામે પણ જોવા મળશે. તેની પાસે ડિરેક્ટર રોહિત ધવનની 'શહેજાદા' છે. આ ફિલ્મમાં કૃતિ સેનન પણ જોવા મળશે અને અનુરાગ બાસુની આગામી ફિલ્મ 'આશિકી 3' છે.