ગરમીમાં કિંગખાને કરી આ મોટી ભૂલ જેના કારણે થયા બીમાર, સાવધાન આપ હિટવેવમાં ન કરશો આ કામ
હીટ સ્ટ્રોક, જેને સનસ્ટ્રોક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગરમી સંબંધિત બિમારીઓમાં સૌથી ગંભીર છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન અચાનક ખૂબ વધી જાય છે
દેશભરમાં આકરી ગરમી પ્રવર્તી રહી છે અને ઘણી જગ્યાએ તાપમાનનો પારો 50ને પાર પહોંચી ગયો છે. ઘણા રાજ્યોમાં રેડ હીટ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉનાળામાં હીટ સ્ટ્રોકને કારણે ડિહાઈડ્રેશન સહિતની અનેક સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ કે હીટ સ્ટ્રોક શું છે અને તમે તમારી જાતને કેવી રીતે બચાવી શકો છો.
ઉનાળો ચાલી રહ્યો છે અને બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ તેનાથી બચી શક્યો નથી. હીટસ્ટ્રોકના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. શાહરૂખ તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની આઈપીએલ મેચ જોવા માટે અમદાવાદ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદમાં 45 ડિગ્રી સેલ્સિયસની આકરી ગરમીને કારણે તેમને ડિહાઇડ્રેશન થયું હતું. હાલ તેમની તબિયત ઠીક છે અને આજે તેમને રજા આપવામાં આવી શકે છે. આ દરમિયાન જૂહી ચાવલા સહિત અનેક હસ્તીઓ તેને મળવા આવી હતી. ઓછી પાણી પીવાથી ડિહાઇડ્રેશન થઇ જતાં તેમની આવી હાલત થઇ હતી
હીટ સ્ટ્રોક, જેને સનસ્ટ્રોક તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગરમી સંબંધિત બિમારીઓમાં સૌથી ગંભીર છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન અચાનક ખૂબ વધી જાય છે અને પોતાને ઠંડુ રાખવાની ક્ષમતા ગુમાવી દે છે. આ ખતરનાક સ્થિતિ ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન સામાન્ય કરતા વધીને 104°F (40°C) અથવા તેથી વધુ થાય છે. હીટ સ્ટ્રોક જીવલેણ હોઈ શકે છે અને આવા કિસ્સાઓમાં તાત્કાલિક તબીબી સહાય જરૂરી છે.
લૂ લાગવાના લક્ષણો
- હીટ સ્ટ્રોકની પ્રથમ નિશાની શરીરના તાપમાનમાં અતિશય વધારો છે.
- માનસિક સમસ્યાઓ: મૂંઝવણ, બેચેની, ચેતના ગુમાવવી અથવા તો મૂર્છા પણ આવી શકે છે.
- ગરમ અને શુષ્ક ત્વચા: શરીરને પોતાને ઠંડક આપવા માટે પૂરતો પરસેવો ન થવાને કારણે ત્વચા ગરમ અને શુષ્ક થવા લાગે છે.
- ઝડપી ધબકારા: શરીર ઠંડક મેળવવાનો પ્રયત્ન કરે છે ત્યારે હૃદયના ધબકારા વધી શકે છે.
- ઝડપી શ્વાસ: હાર્ટ બીટ વધી શકે છે.
- ઉબકા અને ઉલટી: ઉબકા, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો પણ થઇ શકે છે.
- માથાનો દુખાવો અને ચક્કર: માથાનો દુખાવો, ચક્કર અથવા નર્વસનેસ પણ થઈ શકે છે.
લૂથી બચાવ માટે શું કરશો
- શરીરને હાઇડ્રેઇટ રાખવા પાણી પીતા રહો
- પાણી યુક્ત ફળોનું સેવન કરો
- સૂતરાઉ કપડાં પહેરવાનું પસંદ કરો
- તાપમાં જવાનું ટાળો
- તાપમાં જતાં પહેલા શરીરને કપડાથી કવર કરો