(Source: ECI/ABP News/ABP Majha)
Koffee With Karan season 7: 'સુહાગરાત'ને લઇને કરણ જોહરે કર્યો સવાલ, જાણો આલિયાએ શું કર્યો ખુલાસો ?
'કોફી વિથ કરન' (Coffee with karan) ના પહેલા એપિસોડમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ ગેસ્ટ તરીકે આવ્યા હતા
મુંબઇઃ બોલિવૂડના પ્રોડ્યુસર કરણ જોહરના ફેમસ શો 'કોફી વિથ કરન' (Coffee with karan) ના પહેલા એપિસોડમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ ગેસ્ટ તરીકે આવ્યા હતા. કરણ જોહર આ શો દ્વારા સેલેબ્સના અંગત જીવન વિશે કેટલાક રસપ્રદ ખુલાસા કરે છે. આ શોમાં સેલિબ્રિટીઝ પોતે જ પોતાના સિક્રેટનો ખુલાસો કરે છે.
રણવીરે પોતાનું એનર્જી લેવલ જાહેર કર્યું
જ્યારે કરણ જોહર રણવીર સિંહ સાથે રેપિડ ફાયર રાઉન્ડ કરી રહ્યો હતો ત્યારે તેણે દીપિકા પાદુકોણ સાથેની 'સુહાગરાત' વિશે સવાલ પૂછ્યો હતો. રણવીર સિંહે કહ્યું કે હું મારા હનીમૂન પર ખૂબ જ એનર્જેટિક હતો. આ સાથે મારી પાસે પ્લેલિસ્ટ પણ છે, જે હું વારંવાર વગાડું છું. તેમાં કેટલાક સૂફી અને શાસ્ત્રીય ગીતો છે. દરમિયાન રણવીર સિંહે પણ આ લિસ્ટમાંથી કેટલીક ધૂન ગાઇ હતી જે સાંભળીને કરણ જોહર અને આલિયા ભટ્ટ હસવાનું રોકી શક્યા નહોતા.
આ સવાલ પર આલિયા ભટ્ટનું કહેવું હતું કે હું તમને બધાને કહી દઉં છું કે હનીમૂન કે ફર્સ્ટ નાઈટ જેવું કંઈ નથી. તમે એટલા થાકેલા હોવ છો કે તમને તે સમયે જ ઊંઘ આવે છે. આ સાથે આલિયા ભટ્ટે પણ પોતાના લગ્ન સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી. તેણીએ કહ્યું હતું કે જ્યારે તેઓ લગ્નના ફેરા ફરી રહ્યા હતા ત્યારે તે માત્ર ફોટાની રાહ જોતી હતી, કારણ કે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો અને પંડિતજી ખૂબ મોડું કરી રહ્યા હતા.
'કોફી વિથ કરણ'ની છ સીઝન ઘણી સફળ રહી છે. કરણ જોહરને આશા છે કે તેમના પ્રથમ ગેસ્ટ તેમના માટે લકી સાબિત થશે અને આવનારા તમામ એપિસોડ ખૂબ જ રસપ્રદ રહેશે. દર વખતની જેમ તેના શોને રેટિંગ્સ પણ સારા મળશે.