સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
Gujarat Rain: ગુજરાતમાં સોમવારે સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે લોકોનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.

Gujarat Weather: હવામાન વિભાગે આજે ગુજરાતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
કચ્છ, દ્વારકા, જામનગર અને વલસાડ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, સુરત અને નવસારી જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના કુલ 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 22 કલાકના વરસાદની વાત કરીએ તો 208 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે.
છેલ્લા 22 કલાકમાં 208 તાલુકાઓમાં વરસ્યો વરસાદ
જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર
22 કલાકમાં વંથલીમાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં વિસાવદરમાં સૌથી વધુ 13 ઈંચ વરસાદ
22 કલાકમાં જૂનાગઢમાં સાડા 11 ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં જૂનાગઢ શહેરમાં સાડા 11 ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં કેશોદમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં ખંભાળિયામાં સવા નવ ઈંચ વરસાદ
22 કલાકમાં માણાવદરમાં સાડા પોણા નવ ઈંચ વરસાદ
22 કલાકમાં કલ્યાણપુરમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં મેંદરડામાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો
22 કલાકમાં બારડોલીમાં સાત ઈંચ વરસાદ
22 કલાકમાં નવસારીમાં સાત ઈંચ વરસાદ
22 કલાકમાં જલાલપોરમાં સાત ઈંચ વરસાદ
22 કલાકમાં ધોરાજીમાં સાડા છ ઈંચ વરસાદ
22 કલાકમાં માળિયા હાટીના તાલુકામાં સાડા છ ઈંચ વરસાદ
22 કલાકમાં પલસાણામાં છ ઈંચથી વધુ વરસાદ
22 કલાકમાં ભેસાણ, મહુવામાં છ ઈંચ વરસાદ
22 કલાકમાં મહુવા, મોરબીમાં છ ઈંચ વરસાદ
22 કલાકમાં રાજુલા, તાલાલામાં સાડા પાંચ ઈંચ વરસાદ
22 કલાકમાં તાલાલા, ગીર ગઢડામાં સાડા પાંચ ઈંચ વરસાદ
22 કલાકમાં કુતિયાણા, માંગરોળમાં સાડા પાંચ ઈંચ વરસાદ
22 કલાકમાં કોડીનાર સાડા પાંચ ઈંચ વરસાદ
22 કલાકમાં ઉનામાં, મહુવામાં સાડા ચાર ઈંચ વરસાદ
22 કલાકમાં દ્વારકા, બગસરામાં સાડા ચાર ઈંચ વરસાદ
22 કલાકમાં ખાંભામાં સાડા ચાર ઈંચ વરસાદ
22 કલાકમાં જામજોધપુર, ભાણવડમાં ચાર ઈંચ વરસાદ
ગુજરાતમાં સોમવારે સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે લોકોનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે અમદાવાદ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. રસ્તાઓ પરના ખાડાઓને કારણે ટ્રાફિક જામ થયો હતો જ્યારે પુલ નીચે પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ કલાકો સુધી બંધ રહ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
