'ત્રણ જ દિવસમાં ડબ્બો થઇ જશે 'ગદર 2', બકવાસ ફિલ્મ' - સની દેઓલની ફિલ્મ પર આ એક્ટરે કરી ભવિષ્યવાણી
કેઆરકેના ટ્વીટ બાદ આ ફિલ્મ ફરી હેડલાઈન્સમાં આવી ગઈ છે. KRKએ ફિલ્મને હાસ્યાસ્પદ ગણાવી છે
KRK Tweet: બૉલીવુડ ફેન્સને સની દેઓલની મૉસ્ટ અવેટેડ ફિલ્મની આતુરતા છે. સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2 ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ પ્રતીક્ષા ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. ગદરનો પહેલો ભાગ અનિલ શર્માએ ડિરેક્ટ કર્યો હતો અને બીજો ભાગ પણ તેમને જ બનાવ્યો છે. ગદર 2ની ટીમ અત્યાર સુધી જે રીતે પ્રમૉશન કરી રહી છે તે તેમના પક્ષમાં જ જઈ રહી છે. જોકે, ફિલ્મ સમીક્ષક અને એક્ટર કમાલ આર ખાને એક ફિલ્મને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે, તેમને દાવો કર્યો છે કે ગદર 2 નકામી ફિલ્મ છે.
કેઆરકેના ટ્વીટ બાદ આ ફિલ્મ ફરી હેડલાઈન્સમાં આવી ગઈ છે. KRKએ ફિલ્મને હાસ્યાસ્પદ ગણાવી છે. KRKએ ટ્વીટ કર્યું- કોઈએ ગદર 2 જોઈ છે અને તેમના મતે ગદર 2 વર્ષની સૌથી હાસ્યાસ્પદ ફિલ્મ છે. 80ના દાયકાની જેમ અનિલ શર્માનું ડિરેક્શન. સ્ટૉરી અને પટકથા ખૂબ જ નબળી છે. આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર 3 દિવસ પણ ટકી શકશે નહીં, એટલે કે માત્ર ત્રણ દિવસમાં સની અને અમીષાની ફિલ્મ ડબ્બો થઇ જશે.
Someone has watched film #Gadar2 and according to him, It’s one of the most Waahiyat film of the year. Anil Sharma’s direction is like 80s direction. The story and screenplay is very weak. The Film can’t survive even for three days at the box office.
— KRK (@kamaalrkhan) July 24, 2023
કેઆરકે પોતાના ટ્વીટ્સ માટે જાણીતો છે. તેમની ટ્વીટ વારંવાર વિવાદ સર્જે છે. હવે ગદર 2 માટે તેમને શું કહ્યું છે તેના પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું- 'આ બઝ માત્ર ફ્રેન્ચાઈઝીના કારણે છે જે ફક્ત પહેલા ત્રણ દિવસ લોકોને ખેંચી શકશે. આ ફિલ્મ માટે ખતરનાક બની શકે છે કારણ કે, તે ગદરના વારસાને આગળ લઈ જઈ શકશે નહીં. જ્યારે બીજાએ લખ્યું - 'પવન આવવા દો.'
चल हवा आन दे। 💪
— 📀 वशिष्ठ (@CDVashisth) July 24, 2023
ગદર 2 વિશે વાત કરીએ તો તેની સ્ટારકાસ્ટ ગદર જેવી જ છે. આ ફિલ્મ 11મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ગદર 2ની ટક્કર અક્ષય કુમારની OMG 2 સાથે થશે. બંને ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે બૉક્સ ઓફિસ પર કઈ ફિલ્મ જીતે છે.
The buzz is only due to the franchisee, which can pull crowd for the first 3 days only. This can be dangerous for the movie of it fails to carry forward the legacy of #Gadar the prequel.
— Ajeet Singh (@WorldOfAjeet) July 24, 2023
-