શોધખોળ કરો
Advertisement
સુશાંત મૃત્યુ કેસઃ મહારાષ્ટ્ર સરકારે CBI તપાસને ગણાવી ગેરકાયદે, SCમાં એફિડેવિડ દાખલ કરીને કરી આ માંગ
મહારાષ્ટ્ર સરકારે પોતાની આ એફિડેવિટમાં રિયા ચક્રવર્તીની એ અરજીનો જવાબ દાખલ કર્યો છે, જેમ તેને પટનામાં પોતાના વિરુદ્ધ નોંધાયેલી એફઆઇઆરને મુંબઇ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે
નવી દિલ્હીઃ અભિનેતા સુશાંત સિંહ આત્મહત્યા કેસ વધુને વધુ ગૂંચવાતો જાય છે. મહારાષ્ટ્રા સરકારે સુશાંત કેસમાં સીબીઆઇ તરફથી નોંધાવેલી એફઆઇઆરને મુંબઇ પોલીસને ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ એફિડેવિડમાં મહારાષ્ટ્રા સરકારે કહ્યું કે, બિહાર સરકારની ભલામણ પર સીબીઆઇ તપાસ સોંપવી યોગ્ય નથી. એટલા માટે સીબીઆઇ તરફથી નોંધવામાં આવેલો કેસને ઝીરો એફઆઇઆર માનતા તેને મુંબઇના બ્રાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે.
મહારાષ્ટ્ર સરકારે પોતાની આ એફિડેવિટમાં રિયા ચક્રવર્તીની એ અરજીનો જવાબ દાખલ કર્યો છે, જેમ તેને પટનામાં પોતાના વિરુદ્ધ નોંધાયેલી એફઆઇઆરને મુંબઇ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.
આ અરજીના જવાબમાં સુશાંતના પિતા અને બિહાર સરકાર બન્નેએ કહ્યું કે, કે પટનામાં એફઆઇઆર નોંધાઇ તે કાયદેસર રીતે કોઇ ખોટુ નથી. સીબીઆઇને તપાસ ટ્રાન્સફર કરી દેવાયા બાદ હવે રિયાની અરજી પર સુનાવણીની કોઇ જરૂર નથી, પરંતુ મહારાષ્ટ્ર સરકારે પુરી પ્રક્રિયાને ગંભીર કાયદેસર રીતે ખોટી ગણાવી છ.
ઉલ્લેખનીય છે કે, આ પહેલ સુશાંત કેસમાં પટના પોલીસે સુશાંતના પિતાની એફઆઇઆર બાદ મુંબઇમાં તપાસ શરૂ કરી દીધી હતી. પરંતુ જ્યાર પટના એસપી વિનય તિવારી મુંબઇ પહોંચ્યા અને બીએમસીએ તેમને ક્વૉરન્ટાઇન કરી દીધા હતા. ત્યારબાદ આ કેસની તપાસને સીબીઆઇને સોંપવાની માંગ વધુ ઉગ્ર બની હતી, અને બિહાર સરકારે કેન્દ્ર સરકારે આ કેસને સીબીઆઇને સોંપવાની ભલામણ કરી હતી. જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી હતી. હવે આ કેસને સીબીઆઇ તપાસી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
Advertisement