શોધખોળ કરો
Advertisement
સુશાંત કેસમાં પોતાના પિતાનુ નામ ઢસેડવા મામલે આ બે એક્ટ્રેસ કરશે સુશાંતના મિત્ર પર કાયદેસરની કાર્યવાહી
સુશાંતના જીમ પાર્ટનર અને મિત્ર સુનિલ શુક્લાએ તાજેતરમાં જ આરોપ લગાવ્યો કે મહેશ ભટ્ટ અને રિયા ચક્રવર્તીના પિતાએ સુશાંત મર્ડરનુ કાવતરુ રચ્યુ છે. તેને મહેશ ભટ્ટને રિયાનો સુગર ડેડી ગણાવ્યો હતો
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં રોજ નવા નવા આરોપો અને દાવાઓ સામે આવી રહ્યાં છે. બૉલીવુડમાં નેપૉટિઝ્મ અને ઇનસાઇડર-આઉટસાઇડરની ચર્ચા બાદ હવે મોટા મોટા ફિલ્મમેકર્સ અને પ્રૉડ્યૂસર્સ પર આરોપો લગાવા લાગ્યા છે. રિયા ચક્રવર્તી સાથે થયેલી વૉટ્સએપ ચેટ ઇન્ટરનેટ પર વાયરલ થયા બાદથી ફિલ્મમેકર મહેશ ભટ્ટ પણ આજકાલ લાઇમલાઇટમાં છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી ચેટથી ખુલાસો થયો કે સડક 2ના ડાયરેક્ટર મહેશ ભટ્ટે સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા વાળા દિવસે રિયા ચક્રવર્તીનો કૉન્ટેક્ટ કર્યો. સુશાંતના જીમ પાર્ટનર અને મિત્ર સુનિલ શુક્લાએ તાજેતરમાં જ આરોપ લગાવ્યો કે મહેશ ભટ્ટ અને રિયા ચક્રવર્તીના પિતાએ સુશાંત મર્ડરનુ કાવતરુ રચ્યુ છે. તેને મહેશ ભટ્ટને રિયાનો સુગર ડેડી ગણાવ્યો હતો. સુગર ડેડી તે શખ્સને કહેવામાં આવે છે, જે ઉંમરલાયક હોય અને પોતાનાથી નાની છોકરી કે ગર્લફ્રેન્ડને આર્થિક અને સામાજિક રીતે સપોર્ટ કરતો હોય.
સુનિલ શુક્લાએ ટાઇમ્સ નાઉને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતનુ મર્ડર રિયાના બાયલૉજિકલ પિતા અને મહેશ ભટ્ટે કર્યુ છે. હવે મહેશ ભટ્ટનો પરિવાર સુનિલ શુક્લા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનુ વિચારી રહ્યો છે.
મહેશ ભટ્ટની દીકરીઓ આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટને લાગે છે કે તેને સુનિલ શુક્લા વિરુદ્ધ લિગલ એક્શન લેવી જોઇએ, જે તેના પિતા પર સબૂતો વિના આરોપ લગાવી રહ્યો છે.
ભટ્ટ પરિવાર સાથે જોડાયેલા એક સુત્રએ જણાવ્યુ કે ભટ્ટ પરિવાર ખુબ પરેશાન છે, પૂજા અને આલિયાને લાગી રહ્યું છે કે હવે બહુ થઇ ગયુ. તેના પિતાના નામ પર ખોટી રીતે કિચડ ઉછાળવામાં આવી રહ્યો છે. કોઇ અજાણ્યો શખ્સ કોઇપણ જાતના સબૂત વિના તેના પિતા પર હત્યાનો આરોપ લગાવી રહ્યો છે. હવે કાયદેસરની કાર્યવાહીનો સમય આવી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement