Mahima Chaudhary: તો શું કેંસરથી સાજા થવામાં કપિલે કરી આ અભિનેત્રીની મદદ?
સૌ કોઈ જાણે છે કે મહિમા ચૌધરીએ ગયા વર્ષે 2022માં કેન્સરની બીમારીનો ખુલાસો કર્યો હતો. ત્યારબાદ તે અનુપમ ખેર સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.
![Mahima Chaudhary: તો શું કેંસરથી સાજા થવામાં કપિલે કરી આ અભિનેત્રીની મદદ? Mahima Chaudhary: Mahima Chaudhary Thanks to Kapil Sharma for his show who help to recover her in cancer Mahima Chaudhary: તો શું કેંસરથી સાજા થવામાં કપિલે કરી આ અભિનેત્રીની મદદ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/16/60b4fbe53277894bbf1f0f5c4790ca02168166614855078_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mahima Chaudhary Thanks to Kapil Sharma : સૌ કોઈ જાણે છે કે મહિમા ચૌધરીએ ગયા વર્ષે 2022માં કેન્સરની બીમારીનો ખુલાસો કર્યો હતો. ત્યારબાદ તે અનુપમ ખેર સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તાજેતરમાં જ અભિનેત્રીએ 'ધ કપિલ શર્મા શો'માં પહોંચી હતી. તેમની સાથે મનીષા કોઈરાલા પણ જોવા મળી હતી, જેણે કેન્સરને મ્હાત આપી છે. આ પ્રસંગે કોમેડિયન આ બંને કલાકારો સાથે વાત કરે છે. મસ્તી અને જોક્સની સાથે અભિનેત્રીઓએ ઘણી વાતો પણ શેર કરી હતી.
મનીષા કોઈરાલા વર્ષ 2017માં કપિલ શર્માના શોમાં આવી હતી. જેને લઈને કોમેડિયન કપિલ શર્માએ તેને કારણ પૂછ્યું હતું. કપિલે અભિનેત્રીને પુછ્યું હતું કે, તમે તો રાજકીય પક્ષ સાથે જોડાયેલા છો. આ સ્થિતિમાં તમે પાંચ વર્ષનું અંતર કેમ કર્યું? આ સાથે મહિમા ચૌધરી પોતાની કેન્સરની સમસ્યા વિશે પણ વાત કરી હતી. તેને કહ્યું હતું કે, કપિલના શોએ તેને સાજા થવામાં ઘણી મદદ કરી છે.
મહિમા કપિલના કર્યા બે મોઢે વખાણ
મહિમાએ કહ્યું હતું કે, કપિલ તું મારા સારા સ્વાસ્થ્યનું કારણ છે. તાજેતરમાં મને કેન્સર હોવાનું નિદાન થયું હતું અને તે પછી હું માત્ર કોમેડી કરવા માંગતી હતી. પછી મેં તમારા શોનો સહારો લીધો, જેથી હું ખુશ રહી શકું. અને આ ખુશી તમારો શો જોયા બાદ જ મળી હતી. મને ખબર પણ ન પડી કે મને ક્યારે ઊંઘ આવી ગઈ અને ક્યારે હું આ બીમારીમાંથી સાજી થઈ ગઈ.
મહિમા ચૌધરીનું નામ બદલાયું
ઉલ્લેખનીય છે કે, મહિમા ચૌધરીની સાથે મનીષા કોઈરાલા પણ કેન્સર સામે લડી ચુકી છે. તેની લાંબી સારવાર ચાલી હતી. મહિમા અને મનીષા કોઈરાલાએ સુભાષ ઘાઈની નિર્દેશિત ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ સમય દરમિયાન મહિમાનું નામ રિતુ ચૌધરી હતું પરંતુ બાદમાં તેનું નામ બદલીને મહિમા રાખવામાં આવ્યું હતું.
View this post on Instagram
શ્રીદેવી થી લઈને મહિમા ચૌધરી સુધી, લગ્ન પહેલાં ગર્ભવતી થઈ ગઈ હતી આ 5 અભિનેત્રીઓ...
બોલિવૂડ એક્ટ્રેસ મહિમા ચૌધરી વિશે એવું પણ કહેવાય છે કે તે બોબી મુખર્જી સાથે લગ્ન કરતા પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી. બંનેએ વર્ષ 2006માં લગ્ન કર્યા હતા. આ યાદીમાં આગળનું નામ અભિનેત્રી મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાનું છે. અમૃતા બિઝનેસમેન શકીલ લદાક સાથે રિલેશનશીપમાં હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવાય છે કે, આ દરમિયાન તે પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી, ત્યારબાદ બંનેએ વર્ષ 2009માં લગ્ન કરી લીધા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)